અંકલેશ્વરના પીરામણમાં રેલવે અંડર બ્રિજમાં હેવી અને લોડેડ વાહનોને એન્ટ્રી નહી હોવાથી અંડર બ્રિજથી થોડા અંતરે આગળ લગાડેલી લોખંડની એંગલમાં એક હાઇવા ટ્રક ફસાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી.
અંકલેશ્વર પીરામણના રેલવેના અંડર બ્રિજ નજીક એન્ગલમાં હાઈવા ટ્રક પસાર થતા ટ્રકની કેબિનનો ભાગ એન્ગલમાં ફ્સાઈ જતા એંગલ તૂટી પડી હતી.જેને પગલે દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરના હવા મહેલના ઢાળ પાસે મુકેલ એન્ગલમાં હાઈવા ટ્રક ફ્સાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના હવા મહેલથી પીરામણ ગામને જોડતા માર્ગ ઉપર ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકી તંત્ર દ્વારા હવા મહેલ ઢાળ પાસે એન્ગલ મુકવામાં આવી છે.જે એન્ગલમાં આજે હાઈવા ટ્રક પસાર થતા ટ્રકની કેબિનનો ભાગ એન્ગલમાં ફ્સાઈ જતા એંગલ તૂટી પડી હતી.જેને પગલે દોડધામ મચી જવા પામી હતી. જો કે એન્ગલ નમી પડતા વાહન વ્યવહાર ઉપર તેનીઅસર જોવા મળી હતી. આ રસ્તા ઉપર પ્રતિબંધ હોવા છતા ભારે વાહનો પસાર થાય છે.


