- રાજપીપળા સ્થિત ખનિજ ખાતું ઘોર નિદ્રામાં
- અસામાજિક તત્વો બેફામ બન્યાં હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં
- ઓરસંગ નદીમાંથી પણ રેતીની ચોરી થાય છે
નર્મદા જિલ્લાની નદીઓ-ખાડી અને કોતરમાં બે રોકટોક રેતી ખનન થતું હોવા છતાં રાજપીપળા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ઘોર નિદ્રામાં પોઢી ગયું હોય એમ લાગી રહ્યું છે.નર્મદા નદીમાં ખાસ કરીને પોઇચાના ભાઠામાં, ગામડીના ભાઠામાં અને અન્ય જગ્યાએ રાત દિવસ રેતીની ચોરી થાય છે. રાત દિવસ ટ્રકો અને ટ્રેકટર ભરીને, હાઇવા ભરીને નર્મદા માંથી રેતી અને ગ્રેવલની પથ્થરોની ચોરી થાય છે.
નરખડી ગામ પાસે નર્મદાના ભાઠામાં ખુલ્લેઆમ રેતીની ચોરી થાય છે. પથ્થરોની ચોરી થાય છે. આ બાબતે નરખડીના ગ્રામજનો દ્વારા નર્મદા જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. નર્મદા જિલ્લાના સિસોદ્રા ગામે નર્મદા નદી માંથી રેતી અને ગ્રેવલની પથ્થરોની ખુલ્લેઆમ ચોરી થાય છે. કરજણ નદીમાંથી વિવિધ જગ્યાએ રેતી અને ગ્રેવલની પથ્થરોની ચોરી થાય છે. દેડિયાપાડા તાલુકામાં થઈને પસાર થતી કરજણ નદી માંથી રેતી અને ગ્રેવલની પથ્થરોની ખુલ્લેઆમ ચોરી થાય છે. તરાવ નદી, દેવ નદી અન્ય ખાડી કોતરમાંથી રેતી અને ગ્રેવલની પથ્થરોની ચોરી થાય છે. સાગબારા તાલુકામાં આવેલી દોધન નદી, દેહેલી નદી અને અન્ય નદીઓ માંથી રેતી ગ્રેવલની પથ્થરોની ચોરી થાય છે.તિલકવાડા તાલુકામાં આવેલી ઓરસંગ નદીમાંથી પણ રેતીની ચોરી થાય છે.


