- પ્રિવી સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ દ્વારા
- ઝઘડિયા જીઆઈડીસીમાં રક્તદાન દિવસ ઉજવાયો હતો.
- રકતદાન મહાદાનને સમજી લોકોના જીવ બચાવવા માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે
ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી પ્રિવી સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડે કંપની દ્વારા 14 જૂનના રોજ વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રક્તદાન શિબિરમાં કપનીના કર્મચારીઓએ સાથે મળીને રક્તદાન કર્યું હતું. રકતદાન મહાદાનને સમજી લોકોના જીવ બચાવવા માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓને રક્તદાન વિશે જાગૃત કરવાનો અને દરેક વ્યક્તિને રક્તદાનમાં સહભાગી બનવાનો છે.


