- અલગ અલગ 96 જેટલા નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા
- 77 જેટલા દૂધના નમૂના લેવામાં આવ્યા
- તેલના 9, પાણીના 5 અને મીઠાઈના 5 નમૂના લેવાયા
રાજ્યમાં તહેવારો નજીક આવતા ફૂડ વિભાગની ટીમ સક્રિય થઈ છે. રાજ્યના વિવિધ શહેરોમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ભાવનગર મનપાના આરોગ્ય વિભાગ દીવાળી પર્વને લઈ સક્રિય બન્યું છે. જેમાં ભાવનગર મનપાના આરોગ્ય વિભાગે 96 જેટલા નમૂના લીધા છે.
આ માટે મનપાના આરોગ્ય વિભાગે અલગ અલગ 96 જેટલા નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવી છે. જેમાં 77 જેટલા દૂધના નમૂના લેવામાં આવ્યા જ્યારે 9 જેટલા તેલના નમૂના તેમજ 5 નમૂના પાણી ન અને 5 મીઠાના નમૂનાઓ લેવામાં આવ્યા છે. તેમજ શહેરના વિવિધ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
દિવાળી પર્વ ને લઈ લોકો ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા હોય તેવી શંકા ને લઈ ને લેવામાં નમૂનાઓ આવ્યા છે. જેની સાથે જ ભાવનગર મનપા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ ખેડાના મહેમદાવાદ તાલુકાના વરસોલા ખાતે વાઠવાડી રોડ પર આવેલ બાલાજી માર્કેટિંગ નામની ફેક્ટરીમાંથી પોલીસ અને ગાંધીનગરની ટીમ દ્વારા લાખોની કિંમતનો શંકાસ્પદ વનસ્પતિ ઓઇલ તેમજ ચોખ્ખા ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અગાઉ પણ ખેડા જિલ્લામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.


