- 1,08,300 કરદાતાએ મિલકત વેરો ભરી 5.02 કરોડનું રિબેટ મેળવ્યું
- ગત વર્ષ ની તુલનાએ આ વર્ષે 11737 કરદાતાઓએ રૂપિયા 10.2 કરોડનો વધુ વેરો ભરપાઈ કર્યો
- મિલકત વેરો ભરવા મહાપાલિકામાં ધસારો 3970 કરદાતાએ ઓનલાઈન-ઓફલાઈન વેરો ભર્યો
મહાનગરપાલિકામાં મિલકત વેરા સ્વિકારવાનો શરૂ કરવામાં આવ્યો છે અને આ કામગીરી રાબેતા મુજબ શરૂ રહી હતી. મહાપાલિકાની બારીએ તેમજ ઓનલાઈન વેરો સ્વિકારવામાં આવી રહ્યો છે. છેલ્લા એક અઠવાડીયામાં પાંચ હજારથી વધુ લોકોએ વેરો ભર્યો હતો અને મનપાને આશરે રૂ. 73.84 કરોડની વેરાની આવક થઈ હતી. મિલ્કત વેરો ભરનારને રીબેટ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે તેથી વેરો ભરવા કરદાતાઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓએ ફુલો આપી કરદાતાઓનુ સ્વાગત કર્યુ હતું.
છેલ્લા 20 દિવસથી આવકમાં વધારો
ભાવનગર મહાનગરપાલિકામાં ગત 4 એપ્રિલ 2024થી મિલ્કત વેરો સ્વીકારવાનુ શરૂ કરવામાં આવેલ છે અને મિલ્કત વેરો ભરનારને કરદાતાઓને રીબેટ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં પ્રથમ દિવસે ૧1910 કરદાતાએ વેરો મિલ્કત વેરો ભર્યો હતો અને મનપાને રૂ. 91,32,000 લાખની વેરાની આવક થઈ હતી.બીજા દિવસે 3970 કરદાતાઓએ ઓનલાઈન-ઓફલાઈન વેરો ભર્યો હતો તેથી મહાપાલિકાને રૂ. 3.07 કરોડની વેરાની આવક થઈ હતી. બે દિવસમાં કુલ રૂ. 4.86 કરોડની મિલ્કત વેરાની મહાપાલિકાને આવક થઈ છે. બહોળી સંખ્યામાં કરદાતાઓ વેરો ભરી રહ્યા છે.
તમે પણ લો રિબેટ યોજનાનો લાભ
મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીઓ (પૂર્વ તથા પશ્ચિમ) ખાતે મિલકત વેરો સવારે 10.30 થી બપોરે 2.30 અને બપોરે 3 થી 5 દરમિયાન સ્વીકારવા નિર્ધારિત કરાયેલ છે. જાહેર રજાઓ તથા શનિ-રવિવાર સહિતના તમામ દિવસો વેરો સ્વિકારાશે. હાલમાં ઘરવેરાની કાર્પેટ એરિયા કરપદ્ધતિમાં નાણાકીય વર્ષ ર૦ર૪-૨પની રિબેટ યોજના ચાલુ થઈ છે, જેમાં તમામ વેરો એકી સાથે ભરપાઇ કર્યેથી એપ્રિલ માસમાં ચાલુ વર્ષના મિલકત વેરા તથા સફાઇ વેરાની રકમ પર 10 ટકા રિબેટ તથા મે માસમાં ચાલુ વર્ષના મિલકત વેરા તથા સફાઇ વેરાની રકમ પર 5 ટકા સુધીનું રિબેટ તથા પી.ઓ.એસ., મહાનગરપાલિકાની વેબસાઇટ ડબલ્યુડબલ્યુડબલ્યુ. બીએમસીગુજરાત.કોમ પર ઓનલાઇન તેમજ એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશન મારફત પેમેન્ટ કરવા પર વધુ 2 ટકા રિબેટ મળવાપાત્ર છે.
ત્રણ માસ સુધી વ્યાજમાફી સ્કિમ
મહાપાલિકામાં જુની કર પધ્ધતિમાં ત્રણ માસ સુધી વ્યાજમાફી સ્કિમ શરૂ રાખવામાં આવી છે તેથી કરદાતાઓ લાભ લઈ શકશે. શહેરના બાકી કરદાતાઓને દર વર્ષની માફક ચાલુ વર્ષની રીબેટ યોજનાનો સત્વરે લાભ લઇ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તથા બંને ઝોનલ કચેરીઓ (પૂર્વ તથા પશ્ચિમ) ખાતેની કેશબારીઓએ અથવા મહાનગરપાલિકાની વેબસાઇટ પર વેરો ભરપાઇ શકાશે તેમ મહાપાલિકાના વેરા વિભાગે જણાવેલ છે.
21 લાખનુ રિબેટ
કાર્પેટ એરિયા કરપદ્ધતિમાં નાણાકીય વર્ષ 2024-25ની રિબેટ યોજના ચાલુ થઈ છે, જેમાં તમામ વેરો એકી સાથે ભરપાઇ કર્યેથી એપ્રિલ માસમાં ચાલુ વર્ષના મિલકત વેરા તથા સફાઇ વેરાની રકમ પર 10 ટકા રિબેટ તથા મે માસમાં ચાલુ વર્ષના મિલકત વેરા તથા સફાઇ વેરાની રકમ પર ૫ ટકા સુધીનું રિબેટ આપવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત ઓનલાઈન વેરો ભરનારને વધુ 2 ટકા રીબેટ આપવામાં આવી રહ્યુ છે. બે દિવસમાં મહાપાલિકાએ કરદાતાઓને રૂ. 21 લાખનુ રીબેટ આપ્યુ છે.


