- ટ્રેનનો કોચ ગઢેચી પુલ પાસે ટ્રેક પરથી ઉતરી ગયો
- પાટા પરથી ઉતરવાને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત
- રેલવે ક્રોસિંગ પાસે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ
આમ તો સામાન્ય રીતે રેલવેની મુસાફરી સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ, છેલ્લા કેટલાંક સમયથી રેલવે અકસ્માતોનો કેટલીક ઘટનાઓ જોતાં આ વાત ખોટી સાબિત થતી હોય તેમ લાગી રહ્યું છે. આ વાતની સાક્ષી પૂરતો કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે જેમાં પેસેન્જર ટ્રેનનો એક કોચ પાટા પરથી ખડી પડતાં મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા.
મળતી માહિતી મુજબ, ભાવનગર પાસેથી પસાર થતી ગઢેચી નદીના પુલ પાસે ટ્રેનનો કોચ ડિરેલ થયાના સમાચાર મળી રહ્યા છે. ટ્રેનનો કોચ ગઢેચી પુલ પાસે ટ્રેક પરથી ઉતરી ગયો હતો. જેને કારણે થોડા સમય માટે રેલવે વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. તો સાથે સાથે રેલવે ક્રોસિંગ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
તો, ટ્રેનનો કોચ પાટા પરથી ખડી પાડવાની ઘટનાની માહિતી મળતા જ રેલવે વિભાગના અધિકારીઓ સક્રિય થઈ ગયા હતા અને રેલ્વે પ્રશાસન દ્વારા ટ્રેનને પાટા પર લાવવા માટે જહેમત શરૂ કરી દીધી છે. તેમજ રેલવે લાઈન ફરી શરૂ કરવા પ્રયાસો હાથ ધર્યા છે. તો, ઘટનાની જાણ થતાં રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.


