By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Editor
Last updated: 2026/03/19 at 2:47 PM
2 hours ago
Share
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
SHARE

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

 મિલકત ખરીદ વેચાણ માટે ૧પ લાખની માંગણી કરી હોવાની ચર્ચા : તાત્કાલીક ડ્રાઇવરને છુટો કરતા SDM

 

અગ્ર ગુજરાત, ભાવનગર

ભાવનગર શહેરના અશાંતધારો અમલમાં છે એવા ક્રેસન્ટ સર્કલ વિસ્તારની એક પ્રોપર્ટીના ખરીદ-વેચાણ માટે પ્રાંત અધિકારીને કરવામાં આવેલી અરજી બાબતે લાખો રૂપિયાની લેતીદેતીના કથિત ઓડિયો અને વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. કથિત ઓડિયો-વીડિયોમાં મહિલા એસડીએમના ડ્રાઈવરનું નામ સામે આવતા એસડીએમ તરફથી તેને તાત્કાલીક અસરથી છુટો કરી દેવામાં આવ્યો છે. આ મામલે યોગ્ય તપાસ કરવા માટે એસપીને પણ જાણ કરવામાં આવી છે. મહિલા પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, આ મામલામાં મારું કોઈ ઈન્વોલ્વમેન્ટ નથી.

ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ વિસ્તાર કે જ્યાં અશાંતધારો અમલી છે. નિયમ મુજબ આ વિસ્તારમાં મિલ્કતના ખરીદ-વેચાણ પહેલા તંત્રની મંજૂરી લેવી પડતી હોય છે. ક્રેસન્ટ વિસ્તારમાં આવેલી આઠ દુકાનોના ખરીદ-વેચાણ માટે અરજી કરવામાં આવી હતી. જે અરજી બાબતે મહિલા પ્રાંત અધિકારીના આઉટસોર્સિંગ હેઠળ ફરજ બજાવતા ડ્રાઈવરે પૈસાની માગણી કરી હોવાનો કથિત ઓડિયો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

આ વિવાદ વકરતા ભાવનગર SDM પ્રતિભા દહિયાએ સ્પષ્ટતા કરી છે કે, ​આ માહિતી કાલે અમને પણ મીડિયા દ્વારા જ મળી હતી. કાલે દિવસમાં મને ફોન આવ્યા હતા જ્યારે અમને ખબર પડી કે આ પ્રકારનું કંઈક ચાલી રહ્યું છે અને સાંજે એક વીડિયો મારી સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો, જેના દ્વારા મને ખબર પડી કે મારો ડ્રાઈવર છે. મારા બે ડ્રાઈવર છે, તેમાંથી એક આ ગાડી ચલાવે છે અને બીજો બીજી ગાડી ચલાવે છે તો આ ડ્રાઈવર કોઈ થર્ડ પાર્ટી સાથે કોઈ ફાઈલ બાબતે પૈસાની માંગણી કરી રહ્યો છે, ​વીડિયોમાં જે ડ્રાઈવર દેખાય છે તેનું નામ મોમીન ભાઈ છે.

હવે કઈ ફાઈલ અમને તો એ ફાઈલ વિશે ક્યારેય ખબર નહોતી, કાલે જે મીડિયામાં આવ્યું છે તેના પછી અમે આ બાબતે તપાસ કરાવી રહ્યા છીએ કે કયા સંદર્ભમાં વાત થઈ રહી છે તે જે પૈસાની માંગણી કરી રહ્યો હતો તે એક કરતાં વધુ ફાઈલો માટે છે કે કોઈ સિંગલ સ્ટેન્ડ અલોન ફાઈલ માટે છે, તેની માહિતી અત્યારે અમારી પાસે નથી અમે તેની તપાસ કરાવી રહ્યા છીએ. ​મેં વીડિયો જોયો છે અને સાંભળ્યો છે હવે તે મારું નામ લઈ રહ્યો છે, પણ તેની સાથે મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, ડ્રાઈવર અમારો રેગ્યુલર સ્ટાફ નથી હોતો કે જેની સાથે અમે કોઈ અંગત વાત કરીએ, ડ્રાઈવર આઉટસોર્સિંગનો સ્ટાફ છે તે માત્ર ગાડી ચલાવે છે.

મે એસપીને આ બાબતે પત્ર લખ્યો છે : એસડીએમ

મારે બે ડ્રાઈવર છે ક્યારેક બીજો ડ્રાઈવર ગાડી ચલાવે છે તો ક્યારેક આ ચલાવે છે. તેની સાથે મારી આજ સુધી કોઈ પણ અંગત વાત થઈ હોય કે તેમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય એવું નથી, આ તપાસનો વિષય છે બાકી મેં એસપીને આ બાબતે પત્ર લખ્યો છે કે, તેઓ આગળની કાર્યવાહી કરે, આજે મેં પોલીસની કાર્યવાહી તો પોલીસ જ કરશે ને, મેજિસ્ટ્રેટ પાસે એવી કોઈ પાવર નથી, મેં તેને તાત્કાલિક અસરથી છૂટો કરી દીધો છે. જે મારા અધિકારમાં હતું, હવે જે પોલીસની કાર્યવાહી છે, કે જે ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સર્ક્યુલેટ થઈ રહ્યા છે, વીડિયો અને ઓડિયો સર્ક્યુલેટ થઈ રહ્યા છે તે ક્યાં હતો, કોની સાથે વાત કરી રહ્યો હતો તેની તપાસ હું ન કરી શકું, એ તો પોલીસનો વિષય છે, એટલે એસપીને મેં ફરિયાદ કરી છે.

 તપાસ કરીએ છીએ : જિલ્લા પોલીસ વડા

આ અંગે ભાવનગર એસપી ડો. નિતેષ પાંડયે એ જણાવ્યું હતું કે, આશાંત ધારા બાબતે જે છે જ્યારે પણ કોઈ મિલકત ટ્રાન્સફર થતી હોય તો પોલીસના અભિપ્રાય લેવામાં આવે છે એમાં પહેલાં થાણાથી અભિપ્રાય આપવામાં આવે છે પછી એના આધારે અમારા DYSP સિટી અભિપ્રાય આપે છે પછી SP કક્ષાએ અભિપ્રાય આપીને અમારા જે અહેવાલ છે એ SDMને મોકલવામાં આવે છે, અમે મેરિટના આધારે અને બધું જોઈને જે એનો અભિપ્રાય અમે નેગેટિવ જ આપીએ છીએ અને આશરે મહિનાની લગભગ 40-50 જેવી પ્રપોઝલ મહિનાની આવે છે.

SDMને ફરિયાદ કરવા માટે સૂચના કલેકટર

આ અંગે ભાવનગર કલેક્ટર ડો.મનીષ બંસલ એ માહિતી અપાતા જણાવ્યું હતું કે, કાલે સોશિયલ મીડિયામાં મારફતે SDMના ડ્રાઇવરનો વીડિયો CCTV ફૂટેઝ અને ઓડિયો ક્લિપ પ્રમાણે SDM પ્રતિભા દહિયાને કહ્યું છે કે, નીતિ નિયમ પ્રમાણે એના પર ફરિયાદ કરવા માટે પોલીસને જાણ કરે, એના પરથી આગળની તપાસ થશે અને એમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ થશે.

You Might Also Like

 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ

 સિહોરના સર નજીક ગાંજો-અફિણનું વાવેતર, ૧૧ કરોડનો મુદામાલ જપ્ત

 ભાવનગરમાં આર્થિંક ભીંસથી અલંગના વેપારીનો મસ્જિદમાં ફાંસો ખાઇ આપઘાત

ભાવનગર : પોલીસ અને માલધારી યુવાનના મારામારી કેસમાં સમાજ મેદાને

મહુવાના મોટા ખુંટવડા નજીક માલધારી અને ફોજદાર વચ્ચે છુટાહાથની મારામારી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રેસ્ટોરન્ટ-ફરસાણની દુકાનમાં સતત બીજા દિવસે સિલિન્ડર અંગે ચેકીંગ
રાજકોટ

 રેસ્ટોરન્ટ-ફરસાણની દુકાનમાં સતત બીજા દિવસે સિલિન્ડર અંગે ચેકીંગ

Editor By Editor 5 days ago
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?