ભાવનગર સિટી ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિશેષ વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોડિફાઇડ સાઇલેન્સર લગાવીને ફરતા 69 બુલેટ મોટરસાયકલને ડિટેઇન કરવામાં આવ્યા હતા.
સીટી ટ્રાફિક પોલીસે વાહન ચેકીંગ ડ્રાઇવ યોજી
બ્લેક ફિલ્મ લગાડેલી કારના 145 ચાલકોને રૂ.72,500 નો દંડ ફટકારવામાં આવ્યો. નંબર પ્લેટ વગરના 99 વાહનોને મેમો આપી રૂ.31,400નો દંડ કરાયો. આ ઉપરાંત અન્ય 264 વાહનચાલકોને મેમો આપી રૂ.1,44,400નો દંડ કરવામાં આવ્યો હતો. બે દિવસની આ ડ્રાઇવમાં કુલ રૂ.2.5 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.


