- કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત હથિયાર પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું
- પ્રદર્શનમાં બોફર્સ તોપ , એકે 47, રોકેટ લોન્ચર, 56 એમ.એમ ઈશાન રાઈફલ સામેલ
- મુલાકાતીઓ આર્મીના વિવિધ હથિયાર સાથે ફોટો અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા
ભુજમાં આવેલા સ્મૃતિવન ખાતે ઈન્ડિયન આર્મી દ્વારા હથિયારના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત હથિયાર પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં ભારતીય આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા અત્યાધુનિક હથિયારો પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે.
આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં અવાતા હથિયારનું એક્ઝિબિશન યોજાયું
સ્મૃતિવન ખાતે આયોજિત હથિયાર પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં અવાતા હથિયારનું એક્ઝિબિશન યોજાયું છે. સામાન્ય રીતે યુદ્ધ સમયે વપરાતા હથિયાર લોકો માત્ર ફિલ્મ અને ટીવીમાં જોતા હોય છે પણ ભુજ ખાતે આયોજિત પ્રદર્શનમાં બોફર્સ તોપ , એકે 47, રોકેટ લોન્ચર, 56 એમ.એમ ઈશાન રાઈફલ તેમજ લાઈટ મેગેજિન ગન જેવા અત્યાધુનિક હથિયારો પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા.
એક્ઝિબિશનમાં હથિયારની કાર્યક્ષમતા અને તેના ઉપયોગ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા
આર્મીના જવાનો દ્વારા હથિયારની કાર્યક્ષમતા અને તેના ઉપયોગ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આર્મી દ્વારા આ પ્રકારના પ્રદર્શનનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ દેશના નાગરીકો અને વિદ્યાર્થીઓમાં દેશ ભક્તિની ભાવના પેદા થાય તેવો છે, જે ઉદ્દેશ્ય સાથે જ હથિયારનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
મુલાકાતીઓ આર્મીના વિવિધ હથિયાર સાથે ફોટો અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા
ભુજ ખાતે આયોજિત શસ્ત્ર પ્રદર્શન ઘણા લોકોએ નિહાળ્યું હતું. અહીં આવતા પ્રવાસીઓએ પણ આર્મીના હથિયાર વિશે માહિતી મેળવી આપણો ભારત દેશ જવાનોના હાથમાં સલામત અને સુરક્ષિત હોવાનો અહેસાસ કર્યો હતો. મુલાકાતીઓ આર્મીના વિવિધ હથિયાર સાથે ફોટો અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા સાથે જ સેનાની કામગીરી અને હથિયારની કાર્ય ક્ષમતા વિશે માહિતગાર થયા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના દ્વારા દર વર્ષે આ પ્રકારના હથિયારના પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે અને ઘણા લોકો તે જોવા આવે છે, અલગ અલગ પ્રકારની માહિતી મેળવે છે.


