- રાજ્યસભાના સાંસદ અને સિંહ પ્રેમી પરિમલ નથવાણીએ ટવીટ કર્યું
- આત્મવિશ્વાસથી ભરપુર આ સિંહની જોડીનું 70 કિલોમીટરમાં સામ્રાજ્ય
- પોતાના પરિવારનું રક્ષણ કરવાનું આ બંને સિંહ બરોબર જાણે છે
એશિયાટિક સિંહોને એકમાત્ર રહેઠાણ એટલે સાસણ ગીર અને આ ગીરના જંગલમાં એક એવી સિંહની જોડી છે, જેણે પોતાનું 70 કિલોમીટરમાં સામ્રાજ્ય સ્થાપિત કર્યું છે. ગીરમાં ભૂપત અને સલમાન નામના બે સિંહની જોડી જાજરમાન અને આત્મવિશ્વાસથી ભરપુર બેમિસાલ જોડી તરીકે ઉપસી આવી છે.
જંગલમાં 60 થી 70 કિલોમીટર સુધી પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું
આ બંને સિંહ અને તેના પરિવારનો વીડીયો રાજ્યસભાના સાંસદ અને સિંહ પ્રેમી પરિમલ નથવાણીએ પોતાના ઓફિસીયલી ટ્વીટર એકાઉન્ટમાં ટ્વીટ કરીને સિંહ પ્રેમીઓને અનેરી માહિતી પૂરી પાડી છે. વીડિયોમાં જણાવ્યું છે કે, ગીર જંગલની ભૂપત અને સલામનની જોડી બેમિસાલ છે. આ જાજરમાન અને આત્મવિશ્વાસથી ભરપુર સિંહોએ તેમના પરિવાર સાથે જંગલમાં 60 થી 70 કિલોમીટર સુધી પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે. એમને નિહાળવા એ વન્ય જીવ પ્રેમીઓ માટે અનેરો લ્હાવો છે.
પોતાના પરિવારનું રક્ષણ કરવાનું આ બંને સિંહ બરોબર જાણે છે
પર્યટન ક્ષેત્રમાં સલમાન સૌથી સુંદર નર છે. તેનું ઉંમર આશરે 5 થી 6 વર્ષની છે બંને સિંહ સાથે તેનો પરિવાર પણ છે, જેમાં બે સિંહણ અને બે સિંહબાળનો સમાવેશ થાય છે, સિંહબાળમાં એક નર સિંહ અને એક માદા સિંહ છે, સિંહબાળની ઉમર નાની હોવા છતાં તે નીડર છે, પોતાની માતા સિંહણની હાજરી ના હોય છતાં તે નિડરતાથી જંગલમાં વિહરતું નજરે ચડે છે, જયારે પરિવારના મોભી ગણાતા આ સિંહની જોડી શાનદાર અને દમદાર જોડી એક એવી જોડી છે. જેમણે પોતાનો વિસ્તાર પર્યટન ક્ષેત્ર સિવાય દુર દુર સુધી ફેલાવી મૂકી છે. આ જોડી એટલી પાવરફુલ છે, કે તે બીજાના વિસ્તારમાં જતા ડરતી નથી. બીજા સિંહોના ગ્રુપનો સામનો કરવા માટે હમેંશા સજ્જ રહે છે. પોતાના પરિવારનું રક્ષણ કરવાનું આ બંને સિંહ બરોબર જાણે છે.


