- યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીને બાઈડેને પુતિન કહી દીધા
- જો બાઈડેનના આરોગ્ય, બોલવામાં લોચા જેવા મુદ્દે વિરોધીઓ સવાલ ઉઠાવતા રહે છે
- અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બાઈડેનના બોલવામાં લોચા મોટો ફેરફાર લાવી શકે છે
જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની જીભ એકવાર ફરી લપસી ગઈ છે. નાટો સમિટના મંચ પર યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીને રાષ્ટ્રપતિ પુતિન બોલીને આખા કોન્ફરન્સમાં ભારે ફજેતી કરાવી દીધી હતી. જો કે બાઈડેને આ અગાઉ પણ ઘણીવાર બોલવામાં લોચા માર્યા છે. જેથી તેમના વિરોધીઓ બાઈડેનની ઉંમર વધી ગઈ છે અને તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ પદને લાયક નથી હોવાનો દેકારો કરી મૂક્યો છે.
81 વર્ષના જો બાઈડેને તાજેતરમાં ઘણીવાર આવી ભૂલો કરી હતી. ક્યારેક તેઓ નામ ભૂલી જતા હોય છે ક્યારેક બોલવામાં તોતડાવા લાગ્યા હતા. આ ઉપરાંત બે વાતોને એક કરીને બોલીને લોચો મારી દેવાનું પણ કર્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીને હવે થોડાક મહિના બાકી છે ત્યારે આવી ભૂલો કરવી બાઈડેન વિરોધીઓને તેઓની ઈમેજ ખરાબ કરવાનો સરસ અવસર આપી રહી છે.
બાઈડેનની બધા સામે ફજેતી થઈ
બાઈડેનની આ ભયંકર ભૂલને ટ્રમ્પ ટેકેદારોને ફરી એકવાર ફઝેતી કરવાનો મોકો મળી ગયો હતો. બાઈડેન વિરોધીઓ એ સાબિત કરવામાં લાગ્યા છે કે બાઈડેનની વધતી ઉંમરને લીધે દેશનું નેતૃત્વ કરવા લાયક નથી રહ્યા. આ ઉપરાંત બાઈડેનને મંચ પર વારંવાર આવું કરવાનો આ આરોપ યોગ્ય પુરવાર કરવામાં મદદ કરી રહ્યા છે કે ગત અઠવાડિયામાં એક કોન્ફરન્સ બાદ જો બાઈડેને જાતે કહ્યું હતું કે તે ‘એક અશ્વેત રાષ્ટ્રપતિની સાથે કામ કરનારી પ્રથમ અશ્વેત મહિલા છે.’
શું છે આખો મામલો ?
રાષ્ટ્રપતિ જો બાઈડેને યુક્રેન માટે સુરક્ષા કરાર પર સાઈન કરવાના પ્રસંગે મંચ પર ભૂલથી યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીને રાષ્ટ્રપતિ પુતિન કહીને મંચ પર બોલાવ્યા હતા. જેલેન્સકી તેમની નજીક જ ઊભા હતા. જો કે બાદમાં બાઈડેને તાત્કાલિક પોતાને લાગ્યું અને ભૂલ સુધારી હતી. પરંતુ આ ભૂલને ફરીથી બે અઠવાડિ.યા પહેલા થયેલી પ્રેસિડેન્સિયલ ડિબેટમાં કંગાળ પ્રદર્શન પછી તેઓના આરોગ્યની ચિંતા વધારી દીધી છે. બાદમાં જેલેન્સકીએઓ પણ મજા લેતા કહ્યું કે તેઓ પુતિનથી સારા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ચોખવટ
તેઓની ભૂલ પછી એક મીડિયા કોન્ફરન્સમાં જ્યારે મીડિયા કર્મીએ સવાલ કર્યો કે તમને નથી લાગી રહ્યું કે આવી ભૂલો કરવાથી અમેરિકાની ઈમેજને નુકસાન થયું છે. આના જવાબમાં રાષ્ટ્રપતિ બાઈડેને સવાલ કર્યો કે શું તમને આ સંમેલનનું નેતૃત્ત્વ કરવામાં અમારા વલણને કોઈ નુકસાન થતું જોવા મળ્યું છે? શું તમે આના કરતાં વધુ સફળ સંમેલન જોયું છે? તમને શું લાગે છે ? અને પુતિન વાળો હિસ્સો, હું પુતિન અંગે શું વાત કરી રહ્યો હતો અને મારાથી આ ભૂલ થઈ.
જો બાઈડેને આગળ જણાવ્યું કે સમિટ પછી ઘણા વિશ્વ નેતાઓ અને રાષ્ટ્રાધ્યક્ષોએ મારો આભાર માન્યો હતો. અમે સૌથી સફળ સંમેલનની નેતાગીરી કરી હતી. રાષ્ટ્રપતિ બાઈડેને આ કોન્ફરસમાં ફરી એક બાફ્યું જ્યારે એક મીડિયાકર્મીએ સવાલ કર્યો કે તેઓ નથી માનતા કે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને તમારા સ્થાને વધુ મજબૂતીથી અમેરિકાનું નેતૃત્વ કરી શકે છે. તેમને કહ્યું કે મને નથી લાગતું કે ઉપરાષ્ટ્રપતિ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવા લાયક નથી. તો હું તેમને ઉપરાષ્ટ્રપતિ પદ માટે નહીં ચૂંટી કાઢું. એટલે કે અહીં તેમને કમલા હેરિસની ટ્રમ્પ સાથે સરખાવી દીધા હતા.


