- અમેરિકાની ચૂંટણીની આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા
- અમેરિકાના રાષ્ટ્રપતિ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીરની પસંદગી સામે આવી
- રશિયાની વિશ્વસનીયતાને સમજે અને તે મુજબ પોતાનું વલણ અપનાવે
અમેરિકામાં આવતા વર્ષે ચૂંટણી યોજાશે અને તેને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. અમેરિકામાં અનેક સર્વે કરવામાં આવી રહ્યા છે અને તેમાંથી કોણ બાજીમારીને સત્તા પર આવશે તે હવે અમેરિકાની જનતાના હાથમાં છે. અમેરિકાની ચૂંટણીની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા થઈ રહી છે આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીરની પસંદગી સામે આવી છે.
રશિયાની વિશ્વસનીયતાને સમજે તેવા અમેરિકાના રાષ્ટ્રપતિ જોઈએ
રશિયાના એક ટોચના અધિકારીએ કહ્યું હતું કે, પુતિન અમેરિકામાં એવા રાષ્ટ્રપતિને પસંદ કરશે જે રશિયા પ્રત્યે રચનાત્મક વલણ ધરાવે છે. આ સિવાય તે રાષ્ટ્રપતિ ‘પરસ્પર સંવાદ’ને પ્રાધાન્ય આપે છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેશકોવે જણાવ્યું હતું કે,રશિયન રાષ્ટ્રપતિ એવા અમેરિકન રાષ્ટ્રપતિ સાથે કામ કરવા ઈચ્છશે જે રશિયાની વિશ્વસનીયતાને સમજે અને તે મુજબ પોતાનું વલણ અપનાવે.
ટ્રમ્પે દાવો કર્યો છે કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો તેઓ રશિયા-યુક્રેન યુદ્ધને રોકી દેશે. ત્યારે તેનાા જવાબમાં પેસ્કોવએ કહ્યું હતું કે સંઘર્ષ ‘ખૂબ જટિલ’ છે અને તેને સરળતાથી ઉકેલી શકાતો નથી. દિમિત્રી પેશકોવનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પુતિને જાહેરાત કરી છે કે તેઓ 2024ની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી લડશે.
‘લોકોના પૈસા પાણીની જેમ વેડફાઈ ગયા’
ક્રેમલિનના પ્રવક્તાએ પશ્ચિમી દેશો પર યુક્રેનને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમેરિકન સરકાર યુક્રેન યુદ્ધમાં પોતાના લોકોના પૈસા પાણીની જેમ વેડફી રહી છે. પેશકોવે કહ્યું હતું કે, ‘તમારે (અમેરિકા) તમારી જવાબદારી સમજવી પડશે. તમે સંઘર્ષને લંબાવી રહ્યા છો.’ પેશકોવે દુનિયાને ચેતવણીના સ્વરમાં કહ્યું હતું કે, દુનિયા હવે પહેલા કરતા ઓછી સુરક્ષિત છે.


