- ગાડીના ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો
- તપાસમાં જોડાઈ યૂએસ સીક્રેટ સર્વિસ
- 2020માં વ્હાઈટ હાઉસના કેપિટલ હિલમાં પણ થઈ હતી હિંસા
અમેરિકાના વ્હાઈટ હાઉસની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. સોમવારે એક ડ્રાઈવર ગાડી લઈને રાષ્ટ્રપતિ બાઈડેનના ઘરની બહારના ગેટથી અંદર ઘૂસી ગયો હતો. સીક્રેટ સર્વિસે આ ઘટના સ્થાનિક સમયાનુસાર સાંજે 6 વાગે બની હોવાની પુષ્ટિ કરી છે અને વધુ તપાસ માટે ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે.
ગેટ સાથે અથડાયું વાહન
યૂએસ સીક્રેટ સર્વિસના ચીફ ઓફ કમ્યુનિકેશન્સ એંથની ગુગ્લિલમીએ કહ્યું કે સાંજે 6 વાગ્યાના થોડા સમય પહેલા વ્હાઈટ હાઉસના બહારના ગેટ સાથે એક વાહન અથડાયું હતું. અમે ટક્કરની તપાસ કરી રહ્યા છીએ.
ઘટનાના સમયે વ્હાઈટ હાઉસમાં ન હતા રાષ્ટ્રપતિ
યૂએસ સીક્રેટ સર્વિસના ચીફ ઓફ કમ્યુનિકેશન્સ એંથની ગુગ્લિલમીના અનુસાર વાહન ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. તેઓએ કહ્યું કે આ ઘટના સોમવારે સાંજે લગભગ 6 વાગે બની હતી. ઘટનાના સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વ્હાઈટ હાઉસમાં ન હતા. રિપોર્ટના અનુસાર દુર્ઘટનાના કારણે 15મી સ્ટ્રીટ અને પેન્સિલ્વેનિયા એવન્યૂ પર અવરજવરમાં મોડું થયું હતું.
નશામાં ધૂત વ્યક્તિએ બાઈડેનના કાફલાને મારી હતી ટક્કર
ગયા મહિને ડેલાવેયરના એક વ્યક્તિએ નશામાં ગાડી ચલાવતા જો બાઈડેનના કાફલાને ટક્કર મારી હતી. જો કે આ ઘટનામાં કોઈ મુશ્કેલી વધી ન હતી. આ વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવવાની છે. 2020માં વ્હાઈટ હાઉસ સ્થિત કેપિટલ હિલમાં મોટી સંખ્યામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હિંસક ઘટનાઓને અંજામ આપ્યો હતો.


