- અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન કેમેરા પર વિચિત્ર વર્તન માટે જાણીતા
- ઈટાલીમાં જી-7 સમિટમાં નેતાઓ સાથે ફોટો સેશનમાં તેઓ અળગા ઊભા હતા
- અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ ઘણીવાર વિમાનમાં જતા ફસડાઈ પડયાના વીડિયો સામે આવી ચુક્યા છે
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને કેમેરા પર ઘણીવાર ગરબડ અથવા તો વિચિત્ર વર્તન કરવા માટે ઓળખવામાં આવે છે. જેનાથી તેઓ ચર્ચામાં આવી જતા હોય છે. હાલ ઈટાલીમાં ચાલી રહેલા જી-7 સમિટમાં એકવાર ફરી જો બાઈડેન પોતાની વિચિત્ર હરકતના શિકાર થઈ ગયા હતા. સૌથી પહેલા જ્યારે તેઓ ઈટાલી પહોંચ્યા તો ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને કંઈક વિચિત્ર રીતે સેલ્યૂટ કર્યું હતું. અને ત્યારબાદ વિશ્વના નેતાઓ સાથે ગૃપ ફોટો સેશનમાં અચાનક દૂર થઈ ગયા હતા.
જો કે અહીં પણ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ બાજી સંભાળી લીધી હતી અને તેઓને બધા નેતાઓ સાથે લાઈનમાં ઊભા રાખ્યા જેથી કેમેરા સામે જોઈ શકે અને ગૃપ ફોટો પડે. જો કે સોશિયલ મીડિયામાં બાઈડેનના બંને વીડિયો ટ્રોલ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું કે. હવે તો ભગવાન જ અમેરિકાની મદદ કરે. બાઈડેન આ રીતે ક્યાં સુધી અમેરિકાને શરમમાં મૂકતા રહેશે.
https://twitter.com/ImtiazMadmood/status/1801315809471643978
જો બાઈડેન અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ
અમેરિકાના ઈતિહાસમાં જો બાઈડેન અત્યાર સુધીના સૌથી વધુ ઉંમરના 81વર્ષનાં છે. તેઓને શારીરિક તકલીફ છે આ ઉપરાંત નેતાઓના નામ યાદ રાખવા જેવા મુદ્દે ઘણીવાર પ્રસાર માધ્યમોમાં ચર્ચામાં આવી ચુક્યા છે. જો બાઈડેન ઘણીવાર ચાલતા-ચાલતા પડી જતા હોય છે. તેમજ જાહેર સંબોધનમાં ઘણીવાર મૂંઝવણ અનુભવતા હોય છે તેમજ બોલવામાં પણ લોચા વાળતા હોય છે. નેતાઓને બીજા નામે સંબોધન કરતા હોય છે. આ ઉપરાંત તેઓ વિદેશ જતી વખતે વિમાનમાં જતા હોય ત્યારે લથડિયું ખાઈ જતા હોય છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન એકવાર યુએસ એરફોર્સ એકેડમીના પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે ગુરુવારે કોલોરાડો પહોંચ્યા હતા. સારી વાત એ છે કે વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાઈડેનને ગંભીર ઈજા થઈ નથી. આ પછી, બાઈડેનની નજીક ઉભેલા અધિકારીઓએ તરત જ તેમને સંભાળ્યા અને તેમને પાછળ ઊભા થવામાં મદદ કરી હતી.
બાઈડેન ઘણીવાર પડી ગયાના બનાવો બન્યા છે
કોલોરાડોમાં આયોજિત આ કાર્યક્રમને 80 વર્ષીય બાઈડેને સંબોધિત કર્યો હતો. આ પછી, જ્યારે તે ગ્રેજ્યુએટ્સ સાથે હાથ મિલાવવા આગળ વધ્યો, ત્યારે તે સ્ટેજ પર મૂકવામાં આવેલા પોડિયમ પાસે પડી ગયા. આ પછી બાઈડેનને નજીકમાં ઉભેલા સિક્રેટ સર્વિસ અને એરફોર્સના અધિકારીઓએ તરત જ હેન્ડલ કર્યા હતા અને તેમને પાછા ઊભા રહેવામાં મદદ કરી હતી, જો કે, આ પછી બાઈડેન કોઈપણ આધાર વિના ચાલતા જોવા મળ્યા હતા. તેણે બાકીના કાર્યક્રમમાં ભાગ લીધો અને ઉભા થઈ ચાલતી પકડી હતી.


