- AUDAએ કરોડો રૂપિયાની પેનલ્ટી કરી માફ
- ઔડાની માસિક બોર્ડ બેઠકમાં કરાયો નિર્ણય
- પેનલ્ટી માફ કરતા હવે માત્ર હપ્તા ભરવાના રહેશે
AUDA મકાનના હપ્તા ન ભરી શકનારાઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં AUDAએ કરોડો રૂપિયાની પેનલ્ટી માફ કરી છે. તેમાં ઔડાની માસિક બોર્ડ બેઠકમાં નિર્ણય કરાયો છે. પેનલ્ટી માફ કરતા હવે માત્ર હપ્તા ભરવાના રહેશે.
હપ્તા ન ભરતા રૂપિયા 19 કરોડ કરતા વધુની પેનલ્ટી ફટકારી
હપ્તા ન ભરતા રૂપિયા 19 કરોડ કરતા વધુની પેનલ્ટી ફટકારી હતી. તેમાં 2510 લાભાર્થીઓની રૂપિયા 19 કરોડ કરતા વધુની પેનલ્ટી માફ કરી છે. ત્યારે 31 માર્ચ 2024 સુધીનો હપ્તા ભરવા સમય આપવામાં આવ્યો છે. તથા પેનલ્ટી માફ કરતા હવે માત્ર હપ્તા ભરવાના રહેશે. 14 આવાસ યોજનાઓના 2510 લાભાર્થીઓના હપ્તા બાકી હતા. ઔડાની માસિક બોર્ડ બેઠક મળી હતી તેમાં બોર્ડ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે.
2510 લાભાર્થીઓના 8 કરોડ કરતા વધુના હપ્તા બાકી
મકાનના હપ્તા ન ભરી શકનારાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. 2510 લાભાર્થીઓના 8 કરોડ કરતા વધુના હપ્તા બાકી છે. તેમાં હપ્તા ન ભરતા 19 કરોડ કરતાં વધુની પેનલ્ટી ફટકારી હતી. તેમાં હવે લાભાર્થીઓને બાકી રહેલા હપ્તા ભરવા ત્રણ મહિનાનો સમય આપ્યો છે. 31 માર્ચ 2024 સુધીનો હપ્તા ભરવા સમય આપવામાં આવ્યો છે. તેમાં પેનલ્ટી માફ કરતા હવે માત્ર હપ્તા ભરવાના રહેશે.


