GST કાઉન્સિલની દિલ્હીમાં યોજાયેલી 56મી બેઠકમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ઘણા પ્રસ્તાવો પર મહોર મારવામાં આવી છે. તેની વચ્ચે નાણાપ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે હવે માત્ર બે GST સ્લેબ લાગુ થશે. જે 5 ટકા અને 18 ટકાના રહેશે. એટલે કે હવે 12 ટકા અને 18 ટકાના જીએસટી સ્લેબને ખતમ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટે GST રિફોર્મની જાહેરાત કરી હતી
હવેથી માત્ર બે ટેક્સ સ્લેબ હેઠળ જ વસ્તુઓ આપવામાં આવશે. જેને લઈને ઘણા સામાન સસ્તા થઈ જશે. નાણાપ્રધાને 5-18 ટકાના જીએસટી સ્લેબને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ તેમને કહ્યું તે આ તમામ નિર્ણય 22 સપ્ટેમ્બરે લાગુ થશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટના દિવસે જીએસટી રિફોર્મને લઈને જાહેરાત કરી હતી. ત્યારબાદ આ પ્રથમ કાઉન્સિલ બેઠક હતી અને જેમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના મંત્રી રાજેશ ધર્માણીએ બેઠક બાદ જાણકારી આપતા કહ્યું કે તમામ સભ્યો તરપથી જીએસટી સ્લેબને તર્ક સંગત બનાવવાના પક્ષમાં સહમતિ વ્યક્ત કરી છે. દેશભરમાં હવે માત્ર બે ટેક્સ સ્લેબ 5 ટકા અને 18 ટકા લાગુ થશે. જ્યારે અન્ય લક્ઝુરિયસ વસ્તુઓ પર 40 ટકા ટેક્સ લાગશે.
GST કાઉન્સિલની બેઠક બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આપી મહત્વની જાણકારી
ત્યારે GST કાઉન્સિલની બેઠક બાદ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મહત્વની જાણકારી આપતા કહ્યું કે દેશમાં હવેથી 3 ટેક્સ સ્લેબ લાગુ થશે, જેમાં 5 ટકા, 18 ટકા અને સ્પેશિયલ સ્લેબ રહેશે. હવેથી 12 ટકા અને 18 ટકાના સ્લેબને દૂર કરવાનો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. આ સાથે જ તમાકુ અને લગ્ઝરી વસ્તુઓ પર 40 ટકા GST લાગુ થશે. આ નવો ટેક્સ સ્લેબ 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.