- CAAને લઈ આજે જાહેરાત કરી શકે છે નોટિફિકેશન
- લાંબા સમયથી ચાલતી હતી CAA માટે વિચારણા
- ગૃહ મંત્રાલય આજે જાહેર કરી શકે છે નોટિફિકેશન
CAAને લઇ મોટા સમાચાર સામે આવ્યા હતા કે PM મોદી સંબોધન કરવાના છે, જોકે PM મોદી સંબોધન નહીં કરે તેવી માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઇ રહી છે. આ સાથે CAAને લઈ આજે નોટિફિકેશન જાહેર થઈ શકે છે. લાંબા સમયથી CAA માટે વિચારણા ચાલતી હતી. ગૃહ મંત્રાલય આજે નોટિફિકેશનની જાહેરાત કરશે તેવી અટકળો તેજ થઇ રહી છે.
લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર CAAને લઈ આજે મોટી જાહેરત કરી શકે છે. ગૃહ મંત્રાલય આજે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ની સૂચના જારી કરી શકે છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિનદસ્તાવેજીકૃત બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને ઝડપી નાગરિકતા આપવા માટે નાગરિકતા સંશોધન કાયદો (CAA) 2019 માં પસાર કરવામાં આવ્યો હતો. તેના પસાર થયા બાદ દેશભરમાં વિરોધ થયો હતો. દિલ્હીના શાહીન બાગ આંદોલને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. PM મોદી સંબોધનમાં CAAને લઇ નોટિફિકેશન જાહેર કરશે તેને લઇ જોર પકડ્યું છે.
શું છે CAA?
- CAA નું ફૂલ ફોર્મ Citizenship Amendment Act છે
- આ નિયમને ભારતીય સંસદમાં 2019માં 11 ડિસેમ્બરે પસાર કરાયો હતો
- આ સમયે નિયમના પક્ષમાં 125 વોટ અને વિરોધમાં 105 વોટ પડ્યા હતા
- રાષ્ટ્રપતિએ 12 ડિસેમ્બર 2019ના રોજ આ નિયમને મંજૂરી આપી હતી
- ડિસેમ્બર 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા લોકોને મળશે નાગિરકતા
- હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈને મળશે નાગરિકતા
- મુસલમાનોને નાગરિકતા ન આપવાના કારણે કરી રહ્યા છે વિરોધ
- નાગરિકતાની અરજી કરવા માટે જે વર્ષમાં ભારત આવ્યા હોય તે જણાવવાનું રહેશે, કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર રહેશે નહીં
નિયમો હેઠળ કોને મળશે નાગરિકતા?
નવા CAA કાયદા હેઠળ, મોદી સરકાર 31 ડિસેમ્બર, 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુઓ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ – અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ સ્થળાંતરીઓને ભારતીય નાગરિકત્વ આપવાનું શરૂ કરશે. નોંધનીય છે કે CAA ડિસેમ્બર 2019 માં પસાર કરવામાં આવ્યો હતો અને તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી. જો કે, કાયદો હજુ અમલમાં આવ્યો નથી અને તેના અમલ માટે નિયમો જરૂરી છે. ગૃહ મંત્રાલયે અરજદારોની સુવિધા માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અરજદારોએ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વિના ભારત ક્યા વર્ષમાં આવ્યા હતા તેની જાહેરાત કરવી પડશે. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં. કાયદા અનુસાર, ત્રણ પડોશી દેશોના બિનદસ્તાવેજીકૃત લઘુમતીઓને CAA હેઠળ લાભ મળશે.


