સુરતની શિવ રેસીડેન્સીના રહીશો માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. થોડા સમય પહેલા સોસાયટીની પાર્કિંગની દીવાલ ધરાશાયી થવાની ઘટના બાદ બિલ્ડિંગની મજબૂતી પર સવાલો ઉઠ્યા હતા, જેને પગલે SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) ની ટીમ દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસનો રિપોર્ટ હવે પોઝિટિવ આવ્યો છે, જેનો અર્થ છે કે બિલ્ડિંગ રહેવા માટે સંપૂર્ણ સુરક્ષિત છે. રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા રહીશોને ફરીથી પોતાના ઘરમાં રહેવા જવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી લાંબા સમયથી હાલાકી ભોગવતા પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી છે.
તંત્ર એક્શન મોડમાં
ઉલ્લેખનીય છે કે, બાજુમાં ચાલી રહેલા બાંધકામને કારણે શિવ રેસીડેન્સીની પાર્કિંગની દીવાલ તૂટી પડી હતી, જેના લીધે આ આખી કટોકટી સર્જાઈ હતી. જોકે, તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે રહીશોને રાહત મળી હોવા છતાં, બેદરકારી દાખવનાર બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, આ જ પ્રોજેક્ટ સાથે જોડાયેલા રાજલક્ષ્મી પ્રોજેક્ટનો સ્ટેબિલિટી રિપોર્ટ આવવો હજુ બાકી છે. સત્તાવાર રીતે રિપોર્ટ બતાવ્યા બાદ રહીશોને વિધિવત રીતે રહેવા માટેના આદેશો જારી કરવામાં આવશે, જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
આ પણ વાંચો : Ahmedabad News : સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, બાથરૂમની ટાઈલ્સ પાછળથી મળ્યો ગુપ્ત મોબાઈલ


