- આજે અને આવતીકાલે 6 સ્થળે પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ
- આજે રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનમાં પોલ ટેસ્ટ
- 6 મીટર ઊંચા થાંભલા પર ચઢવાની લેવાશે પરીક્ષા
જેટકોની રદ્દ થયેલી પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે અને આવતીકાલે 6 સ્થળે પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ છે. તેમાં આજે રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનમાં પોલ ટેસ્ટ છે. 6 મીટર ઊંચા થાંભલા પર ચઢવાની પરીક્ષા લેવાશે.
સ્ક્રીન પર લાઈવ ડેમો બાદ ઉમેદવારોનો પોલ ટેસ્ટ થશે
સ્ક્રીન પર લાઈવ ડેમો બાદ ઉમેદવારોનો પોલ ટેસ્ટ થશે. ત્યારે વડોદરા જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતીના મામલે ઉમેદવારોનો પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ લેવાશે. આજે અને આવતીકાલે રાજ્યમાં છ સ્થળે પરીક્ષા ઉમેદવારોની લેવાશે. ઉમેદવારોને સ્ક્રીન પર લાઈવ ડેમો બતાવ્યા બાદ 6 મીટર ઊંચા થાંભલા પર ચઢવાની પરીક્ષા લેવાશે. જેમાં પરીક્ષાની જવાબદારી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોનને સોંપાઈ છે.
ટેસ્ટમાં કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે બાબતની કાળજી રખાશે
ઉમેદવારોના ટેસ્ટમાં કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે બાબતની કાળજી રખાશે. તેમજ જેટકોની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર છે. તેમાં 7 જાન્યુઆરીએ બાકી રહેતા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા છે. લેખિત પરીક્ષા પહેલા આપી છે તેમની ફરીથી નહી લેવાય. પોલ ટેસ્ટમાં નાપાસ વિદ્યાર્થી પાસ થાય તેમની લેખિત પરીક્ષા લેવાશે. ઉમેદવારોની માગ હતી કે બીજી વખત લેખિત પરીક્ષા નહી આપીએ.


