- પીએમ મોદી 17 ડિસેમ્બરે કરશે ઉદ્ધાટન
- સુરત ડાયમંડ બુર્સ અને પીએસપી કંપની વચ્ચે વિવાદ
- બાકી લેણાંના પૈસાને લઈને ચાલી રહ્યો છે વિવાદ
સુરત ડાયમંડ બુર્સના વિવાદ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ મામલે જાણકારી અનુસાર પીએમ મોદી 17મી ડિસેમ્બરે તેનું આધિકારિક ઉદ્ધાટન કરવાના છે. જો કે તેની પહેલા આ બિલ્ડિંગ બનાવનારી કંપની પીએસપી અને ડાયમંડ બુર્સ વચ્ચે વિવાદ વકર્યો હતો. પીએસપી કંપનીના બાકી લેણાંના દાવા સામે હાઈકોર્ટે હાલમાં સ્ટે ફરમાવી દીધો છે.
સુરતમાં બનેલા વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું આગામી તા. 17મી ડિસેમ્બરને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધિવત ઉદ્દઘાટન કરવાના છે. તે પહેલાં ડાયમંડ બુર્સનું બાંધકામ કરનાર પીએસપી કંપનીએ બાકી લેણાંના મામલે સુરત ડાયમંડ બુર્સની કમિટી વિરુદ્ધ દાવો માંડ્યો હતો. જેની આગામી તા. 16મી ડિસેમ્બરને શનિવારના રોજ સુનાવણી હાથ થવાની હતી, પરંતુ તે પહેલાં આ કેસમાં ટ્વીસ્ટ આવ્યો છે. બુર્સ કમિટી હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવી છે.
પીએસપી કંપની દ્વારા સુરત ડાયમંડ બુર્સ સામે માંડવામાં આવેલા દાવામાં સુરત ડાયમંડ બુર્સની કમિટી ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઈ આવ્યા છે. હાલ પૂરતો આ કેસમાં સ્ટે બુર્સે મેળવી લીધો છે. સ્ટે મેળવ્યા બાદ સુરત ડાયમંડ બુર્સની બાંધકામ સમિતિના ચેરમેન લાલજી પટેલે એક વીડિયો સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું છે.
ગુજરાત હાઇકોર્ટે આ મામલે 27 ડિસેમ્બર સુધીનો સ્ટે આપ્યો છે. આ મામલે પહેલા સુરતની કોર્ટે 16 ડિસેમ્બર સુધી પૈસા ભરવાનો આદેશ આપ્યો હતો. પીએસપી કંપનીએ કરેલા દાવાને લઈને સુરત બુર્સને 100 કરોડ ભરવા મુદે સુરત કોર્ટે આદેશ આપ્યો હતો. જો કે બુર્સના સંચાલકોએ રુપિયાની ચૂકવણી કરી નહોતી. આ સમગ્ર મામલે રૂ. 538 કરોડ ન ચૂકવાતા મોટો વિવાદ સર્જાયો હતો. આમ ડાયમંડ બુર્સ શરૂ થાય તે પહેલા જ વિવાદમાં સપડાયું હતું અને તેના પછી ડાયમંડ બુર્સનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં હાલ પૂરતો સુરત કોર્ટના આદેશ પર હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. આ સ્ટે 27 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
સુરત ડાયમંડ બુર્સ વિશ્વ માટે નજરાણું બન્યું છે. થોડા સમય પહેલાં પીએસપી કંપનીએ એસડીબી સામે દાવો માંડ્યો હતો. પરંતુ અમને ભરોસો હતો કે કોર્ટ અમારો પક્ષ સાંભળી અમને ન્યાય આપશે. આજે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. આગામી તા. 27 ડિસેમ્બર સુધી સ્ટે રહેશે. ત્યારે અમારે અમારા પુરાવા રજૂ કરવાના છે. સુરત ડાયમંડ બુર્સની કમિટી કે હીરાના વેપારીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હીરા ઉદ્યોગે ચિંતા કરવાની જરૂર નથી. અમારે કોઈનો એકેય રૂપિયો ખોટો કાપવાનો નથી કે ખોટો આપવાનો નથી. જે વ્યવહારિક હશે તે સુરત ડાયમંડ બુર્સ આપવા માટે જવાબદારી નિભાવવા માટે સક્ષમ છે. બુર્સના 4200 હીરાના વેપારીઓનો વિશ્વાસ અમારામાં છે. કોઈ ચિંતાનો વિષય નથી. આમ


