સુરત શહેરના રાંદેર વિસ્તારમાં દોઢ વર્ષ પહેલાં થયેલી 5 કરોડ રૂપિયાની ચકચારી લૂંટના કેસમાં વોન્ટેડ મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે આખરે ઝડપી પાડ્યો છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, આરોપી મોહમંદ ઝુબેર અબ્દુલ ગફાર અન્સારીને મહારાષ્ટ્રના ભીવંડી ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. આ આરોપી લૂંટની ઘટના બાદથી ફરાર હતો.
દોઢ વર્ષથી વોન્ટેડ આરોપી ઝબ્બે
આ બનાવમાં અગાઉ પાંચ આરોપીઓ પકડાઈ ચૂક્યા હતા, પરંતુ ઝુબેર અન્સારી પકડાયો નહોતો. આરોપીઓએ એક યાર્નના વેપારીને તેમની પાસે રહેલા બ્લેકના વ્હાઈટ (હવાલા/ગેરકાયદેસર નાણાંનું કાયદેસર કરવું) કરી આપવાનું કહી વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ લૂંટી લીધા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડીને હાલમાં તેની સઘન પૂછપરછ અને કાયદેસરની આગળની કાર્યવાહી હાથધરી છે. આ કેસમાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલા છે કે કેમ, તેની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : Gujarat માં આ 10 નદીઓ બની સૌથી ઝેરી, સાબરમતી-ભાદર ટોચ પર, વૌઠાનો પટ્ટો સૌથી વધુ જોખમી!


