- સંગારેડ્ડીમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ
- ઘટનામાં 5થી વધુ લોકોના મોતની આશંકા
- ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી
તેલંગાણાના સંગારેડ્ડીમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ભયંકર બ્લાસ્ટ થાય હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 5થી વધુ લોકોના મોત થયાની આશંક છે. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ બૂજાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તેલંગાણામાં આવેલા સંગારેડ્ડીના કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાની સાથે જ ભયંકર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સૂત્રો માસેથી મળેલી માહીતી મુજબ ફે ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટના કારણે 5થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગની જાણકારી મળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂમેળવા માટે કામગીરી હાથ ધરી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટ ખસેડવામાં આવી રહ્યા છે. સંગારેડ્ડીમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ કયા કારણોસર લાગી તેનું કારણ અકબંધ છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સમગ્ર ઘટનાને લઇ જણાવ્યું હતું કે, ફાર્મા કંપનીના રિએક્ટરમાં વિસ્ફોટ થયો અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે ફેક્ટરીમાં વિસ્ફોટ એટલો ભયંકર હતો કે લોકોમાં નાચભાગ મચી હતી. અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. 10-15 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને તેની સારવાર હાલ ચાલી રહી છે.


