બિગ બોસ 18ની વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટેન્ટ રહી ચૂકેલી એડિન રોઝ ફરી એકવાર ચર્ચામાં છે. એક્ટ્રેસે ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેને કહ્યું કે તે શ્રેયસ ઐયરને ખૂબ પસંદ કરે છે અને મનમાં તેની સાથે લગ્ન કર્યા છે અને ક્રિકેટરને પોતાનો પતિ પણ માને છે.
એડિન રોઝે પોતાને તેના 2 બાળકોની માતા પણ માને છે. એડિન રોઝનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. એડિન રોઝે શ્રેયસ ઐયર વિશે ઘણી વધુ દિલની વાતો કહી હતી.
એડિન રોઝે શ્રેયસ ઐયરને જણાવ્યો પોતાનો પતિ
એડિન રોઝે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેને કહ્યું કે હું શ્રેયસ ઐયર માટે દિવાની છું. હું તેને મારો પતિ અને પોતાને તેની પત્ની માનું છું અને હું પોતાને તેના 2 બાળકોની માતા પણ માનું છું. શ્રેયસ ઐયર મારા દિલ અને મનમાં છે. મેં મારા દિલને સમજાવી લીધું છે કે હું તેની સાથે લગ્ન કરી ચૂકી છું અને 2 બાળકો છે, પરંતુ હું આજ સુધી તેને મળી શકી નથી. મને તે ખૂબ જ ગમે છે.
બિગ બોસ 18 માં જોવા મળી હતી એક્ટ્રેસ
તમને જણાવી દઈએ કે, એડિન રોઝ એક ભારતીય એક્ટ્રેસ, મોડેલ અને બિગ બોસ 18 ની એક્સ વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટેન્ટ છે. તેને પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી અને પછી એક્ટિંગ તરફ વળી. તે વર્ષ 2020 માં દુબઈથી ભારત આવી હતી અને કેટલીક તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
એડિન રોઝે રવિ તેજાની ફિલ્મ રાવણસુરમાં એક ખાસ ડાન્સ નંબર કર્યો હતો. આ સિવાય 26 વર્ષની એડિન રોઝે તાજેતરમાં દક્ષિણની ફેમસ એક્ટ્રેસ નયનતારાના પ્રોડક્શન કંપની હેઠળ બનેલી ફિલ્મ ‘લવ ઈન્શ્યોરન્સ કંપની’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થશે.