બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારબાદની નાની મોટી વિગતો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. ત્યારે ચૂંટણી બાદ ચૂંટણી પંચે એક મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે અભિનેત્રી નીતૂ ચંદ્રાને બિહાર ચૂંટણીમાં બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકામાંથી હટાવી દીધી છે.
શું છે સમગ્ર મામલો?
નીતૂ ચંદ્રા પર આરોપ છે કે ચૂંટણી પંચની બ્રાન્ડ એમ્બેસેડર રહીને તેમને મીડિયા સામે જઈને રાજકીય વાતો કરી છે અને પોતાની વાત મુકી છે, જે ચૂંટણી પંચની સાથે તેમના કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન છે. બિહાર ચૂંટણીના થોડા મહિના પહેલા બિહાર ચૂંટણી પંચે નીતૂ ચંદ્રાને રાજ્ય સ્તરીય સ્વીપ આઈકોન બનાવ્યા હતા.
કોણ છે નીતૂ ચંદ્રા?
તમને જણાવી દઈએ કે નીતૂ ચંદ્રા અભિનેત્રી, મોડલ અને ફિલ્મ નિર્માતા છે. તેમને થિયેટર પણ કર્યું છે. નીતૂ ચંદ્રાનો જન્મ 20 જૂન 1984માં પટના, બિહારમાં થયો હતો. વર્ષ 2005માં નીતૂએ ફિલ્મ ‘ગરમ મસાલા’થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2006માં નીત તેલુગુ ફિલ્મ ગોદાવરીમાં નજર આવી હતી. તેનું ફિલ્મી કરિયર કંઈ ખાસ લાંબું ચાલ્યું નથી. વર્ષ 2007માં નીતૂએ ડાયરેક્ટર મધુર ભંડારકરની ફિલ્મ ટ્રાફિક સિગ્નલમાં કામ કર્યું હતું. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નીતૂની છેલ્લી ફિલ્મ ‘કુછ લવ જૈસા’ રહી.
બિહારના ચૂંટણી મેદાનમાં આ વખતે NDAએ જીત નોંધાવી
નીતૂ હિન્દી સિનેમામાં કંઈક ખાસ ટકી શકી નહીં પણ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી એક્ટિવ છે. જ્યાં તે ફિલ્મો કરી રહી છે, કન્નડ સિવાય ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ નીતૂ ખુબ જ નામ કમાઈ રહી છે. બિહારના ચૂંટણી મેદાનમાં આ વખતે NDAએ જીત નોંધાવી છે. એનડીએની ઐતિહાસિક જીત માત્ર સીટો સુધી સીમિત રહી નથી. BJP અને JDUએ લગભગ 101-101 સીટમાં દાવેદારી કરી હતી. 15 વર્ષ બાદ NDAએ સીટની દ્રષ્ટિએ બેવડી સદી ફટકારીને NDAએ પ્રચંડ બહુમતી મેળવી છે.


