- પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામો આવ્યા છતાં સરકારનું કોકડું વણઉકલ્યું
- ઈમરાન ખાન, નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો વચ્ચે મેળ પડે તો સરકારનું કંઈક થાય
- બાકી પાકિસ્તાનની જનતા મોંઘવારી અને આતંકવાદથી બહાર આવી નથી શકતી
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સત્તાની ભાગીદારી માટે સમીકરણોનો ખુલાસો કર્યો. તેને જણાવ્યું કે આ રજૂઆત કરાઈ હતી કે વડાપ્રધાન પદ તેમની પાર્ટી અને પૂર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી વચ્ચે જાહેર કરાયું હતું.
સોમવારે ચાર વાર વડાપ્રધાન રહેલા નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાર્ટીઓ વચ્ચે એક મહત્ત્વની બેઠક મળી. આ દરમ્યાન બંને પક્ષ વચ્ચે અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ. પરંતુ તેમને હજી સુધી કોઈપણ પ્રકારની જાહેરાત નહોતી કરી. બંને પક્ષ તરફથી સરકાર રચવાને લઈ કોઈ સત્તાવાર નિવેદન નહોતું આવ્યું.
બિલાવલ ભટ્ટોએ સત્તાની ભાગીદારી માટે સમીકરણોનો ખુલાસો કર્યો
પાકિસ્તાનમાં ગત આઠ ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં જેલમાં બંધ પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી તહેરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ)નો ટેકો ધરાવતા અપક્ષ ઉમેદવારોએ 265માંથી 93 સીટ જીતી લીધી છે. જ્યારે પીએમએલ-એને 75 સીટ અને પાકિસ્તાન પિપલ્સ પાર્ટી પીપીપીએ 54 સીટ જીતવામાં સફળતા મેળવી હતી. ઉલ્લેખનીય છે કે 17 બેઠકો સાથે નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોનું સમર્થન કરવા પર રાજી થઈ ગયા છે.
સરકાર બનાવવા કોઈપણ પક્ષને 266 સદસ્ય નેશનલ એસેમ્બલીમાં લડેલી 265 બેઠકોમાંથી 133 સીટ જીતે. સિંધ પ્રાંતના થટ્ટા શહેરમાં એક રેલીને સંબોધિત કરતા 35 વર્ષીય પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ પીએમએલ-એનની તરફથી પોતાની પાર્ટીને રજૂ કરી સત્તાના સમીકરણનો ખુલાસો કર્યો જેને તેમને અસ્વીકાર કરી દીધો હતો.
બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે મને કહેવાયું છે કે ત્રણ વર્ષ માટે તેમને વડાપ્રધાન બનાવવામાં આવે બાદ બે વર્ષ માટે પીએમ પદ લઈ લો. મેં જાતે ના પાડી દીધી હતી અને કહ્યું કે આ રીતે હું વડાપ્રધાન નહીં બનવા માગતો. હું વડાપ્રધાન ત્યારે બનીશ જ્યારે પાકિસ્તાનની જનતા મને ચૂંટશે.
ઉમેદવારોનો બળજબરીથી જીતવાનો આરોપ
બિલાવલે કહ્યું કે દેશને આવા પીએમની જરૂર છે. જે જનતાની સમસ્યાઓ અંગે વાત કરે. તેમને આગળ જણાવ્યું કે તમામ નેતાઓ પક્ષોએ પોતાનો સ્વાર્થ છોડીને દેશની જનતા અંગે પ્રથમ વિચારવું જોઈએ. તેમના ટિપ્પણી રાવલપિંડીના ડેપ્યુટી કમિશનર લિયાકત અલી ચટ્ટાના એ આરોપના એક દિવસ પછી આવ્યા જેમાં તેમને કહ્યું હતું કે શહેરમાં જે ઉમેદવાર હારી રહ્યા હતા તેમને જીતાડી દીધા હતા.
રાજીનામું આપકા પહેલા લિયાકત અલી ચટ્ટાએ દાવો કર્યો કે 13 ઉમેદવારો બળજબરીથી વિજેતા જાહેર થયા છે
તેમના આ દાવા પછી પાકિસ્તાન ચૂંટણી પંચે તપાસ શરૂ કરી દીધી છે. પૂર્વ પીએમ ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીએ આઠ ફેબ્રુઆરીએ ચૂંટણીમાં ગરબડ થવાના વિરોધ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું છે.


