બિલ ગેટસ માત્ર નામ જ પૂરતું છે. જાણીતા અને ધનિક વ્યકિત સ્ટ્રીટ ફૂડ ખાતા જોવા લોકો માટે લ્હાવો છે. આવી એક ઘટના સોશિયલ મીડિયા પર અત્યારે ભારે ટ્રેંડ થઈ રહી છે. થોડા સમય અગાઉ માઈક્રોસોફટના સ્થાપક નાગપુરમાં ડોલી ચા વાળાને ત્યાં જઈને ચાની ચૂસ્કી લીધી હતી. ત્યારબાદ ડોલી ચાયવાળો વિશ્વમાં જાણીતો બન્યો હતો.
તાજેતરમાં જ બિલ ગેટ્સ અમેરિકાનાં ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં એક સ્ટ્રીટ વેન્ડર પાસેથી હોટ ડોગ ખરીદતા અને તેની મજા લેતા જોવા મળ્યા હતા. આ બતાવે છે કે તે વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક હોવા છતાં, તે સરળ જીવનના અનુભવોને પણ મહત્વ આપે છે. બિલ ગેટ્સની સાદગી અને સામાન્ય લોકોમાં સ્ટ્રીટ ફૂડ માણવાની તેમની શૈલી ઘણા લોકો નવાઈ પામ્યા હતા.
એક ફોટોગ્રાફરે બિલ ગેટ્સનો સ્ટ્રીટ ફૂડ માણતો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આમાં તે બ્લૂ સ્વેટર અને બ્લેક પેન્ટમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયા પણ ઘણી રસપ્રદ છે. કેટલાક લોકોએ તેની સાદગીના વખાણ કર્યા છે તો કેટલાક યુઝર્સ તેને પબ્લિસિટી સ્ટંટ માને છે. લોકોનું માનવું છે કે આવા વીડિયો સમાજમાં ધનિક અને સામાન્ય જીવન વચ્ચેનો તફાવત દર્શાવે છે.
સોશિયલ મીડિયા પર કમેન્ટસનો મારો
એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, કોઈએ કંઈ નોટિસ કર્યું. આખું ટાઈમ્સ સ્કવેર ખાલી કરાવી નાંખ્યું છે. બિલ ગેટસના સુરક્ષાકર્મીઓએ ગ્રે-કલરના શૂટમાં જોઈ શકો છે. જ્યારે બીજા યુઝરનું કહેવું છે કે, આ ઈમારતને એવી રીતે જોઈ રહ્યા છે જેમ કે, આગામી મિનિટમાં તેની પાસેથી પણ કંઈક ખરીદવાનું મન કરી રહ્યા છે. એક બીજા યુઝરે સોશિયલ મીડિયામાં લખ્યું કે, તેઓ એટલા પણ દયાવાન નથી. તેઓ માત્ર લોકોનું ધ્યાન મેળવવા માટે આવા અખતરા કરે છે. એક યુઝરે લખ્યું કે… બંદાની સાદગીને સેલ્યૂટ


