- જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે રાજ્યમાં ઠંડીનું જોર
- નલિયામાં 10 ડિગ્રી, અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન
- વડોદરા અને કેશોદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ
રાજ્યભરમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત છે. જેમાં સૌથી ઓછુ તાપમાન ગાંધીનગરમાં 9 ડિગ્રી નોંધાયુ છે. તેમજ નલિયામાં 10 ડિગ્રી, અમદાવાદમાં 11 ડિગ્રી સાથે ડિસા અને અમરેલીમાં 11 ડિગ્રી, કંડલામાં 12 ડિગ્રી તાપમાન છે. તથા સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી સાથે વડોદરા અને કેશોદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
વલસાડ અને સુરતમાં તાપમાન 14 ડિગ્રી તાપમાન
વલસાડ અને સુરતમાં તાપમાન 14 ડિગ્રી તાપમાન છે. દિવમાં 13 અને ભાવનગરમાં 14 ડિગ્રી તાપમાન છે. અનેક શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. ઉત્તર-પૂર્વના પવનોને લીધે રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. અમદાવાદમાં 10 ડિગ્રી તો ગાંધીનગરમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં રાજકોટ 12.4 ડિગ્રી, અમરેલી 13 ડિગ્રી સાથે ઠંડુ શહેર રહ્યુ છે. સુરત 14.04 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યુ છે.
જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે રાજ્યમાં ઠંડીનું જોર
જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની માહિતી આપી છે. જેમાં હાલ કોઈ પણ સ્થાન પર વરસાદ પડશે નહીં. જેમાં સૂકા અને ઠંડા પવનની અસર જોવા મળશે. આ અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં કોઈ પણ જગ્યાએ વરસાદની સંભાવના નથી. જેની સાથે જ પવનની ગતિ વધી રહી છે. જેના કારણે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 11.8 તાપમાન નોંધાયું હતું.


