તમિલનાડૂની 9 સીટો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. તેમાં તમિલનાડૂની 9 સીટો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમાં કેન્દ્રીય મંત્રી એલ મુરુગનનું નામ પણ સામેલ છે. જે નીલગિરીથી ચૂંટણી લડશે. હાલમાં એ રાજા અહીંથી સાંસદ છે. ત્યાર બાદ ભાજપે કોયંબતૂરથી એ અન્નામલાઈને ભાજપના ઉમેદવાર બનાવાની જાહેરાત કરી છે. યાદીમાં તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદર્યરાજનનું નામ પણ સામેલ છે. જેમને સાઉથ ચેન્નઈથી મેદાનમાં ઉતાર્યા છે
ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં વિનોદ પી સેલ્વમને ચેન્નઈ સેન્ટ્રલ, એસી શમ્મુગમને વેલ્લોર, સી નરસિમ્હાને કૃષ્ણગિરિ, ટી આર પારિવેંદરને પેરામ્બલૂર, નેનાર નાગેન્દ્રનને થુથુક્કુડીથી અને પોન રાધાકૃષ્ણનને કન્યાકુમારીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.



