જે.પી. નડ્ડા , ગોવિંદ ધોળકીયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારની પસંદગી
આગામી લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે ગુજરાત અને મહારાષ્ટ્રની રાજ્યસભાની ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી જેં.પી નડ્ડાને ગુજરાતથી ટીકીટ આપવામાં આવી છે. આ ઉપરાંત સુરતના બિઝનેસમેન ગોંવિદ ધોળકીયા અને ભાજપ OBC સેલના અધ્યક્ષ મયંક નાયકની પસંદગી કરવામાં આવી છે. અને કદાવર નેતા જસવંતસિંહ પરમારની પણ પસંદગી કરવામાં આવી છે.

આ સાથે ભાજપે નો રિપીટની થિયરી અપનાવતા મનસુખ માંડવિયા, પરષોતમ રૂપાલા અને મોહન કુંડારીયાને સ્થાન નથી આપ્યું. વધુમાં મહારાષ્ટ્રમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે અશોક ચવ્હાણ, મેઘા કુલકર્ણી, ડૉ. અજીત ગોપછડેની પસંદગી કરી છે.



