- કેરળના લોકોએ તેમને આપેલ પ્રેમ અને લાગણીથી અભિભૂત થયો
- શક્તિ કેન્દ્રોના 6000 પ્રભારીઓની પાર્ટીની બેઠકને સંબોધન કર્યું
- LDF અને UDF નો ટ્રેક રેકોર્ડ ભષ્ટાચારના ઈતિહાસનો પર્યાય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP) ભારતમાં ઝડપી વૃદ્ધિનો પ્રમાણિત ટ્રેક રેકોર્ડ અને ભવિષ્ય માટે સ્પષ્ટ વિઝન ધરાવતી એકમાત્ર પાર્ટી છે. વડાપ્રધાન અહીં કોચીમાં મરીન ડ્રાઈવ ખાતે બેથી ત્રણ બૂથ લેવલ વિસ્તારો ધરાવતા શક્તિ કેન્દ્રોના લગભગ 6,000 પ્રભારીઓની પાર્ટીની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા.
25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા
કાર્યક્રમમાં તેમણે નાગરિકોના કલ્યાણ માટે તેમની સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ પહેલો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે તાજેતરના એક રિપોર્ટ અનુસાર છેલ્લા નવ વર્ષમાં ભારતમાં લગભગ 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે.
ભાજપ પાસે ભવિષ્ય માટે સ્પષ્ટ વિઝન છે
આ સૂચવે છે કે આપણે વિકસિત રાષ્ટ્ર માટે જે દિશા અપનાવી છે તે યોગ્ય છે, વડાપ્રધાને દલીલ કરી. ભાજપ ભારતમાં એક માત્ર એવી પાર્ટી છે કે જેની પાસે ઝડપી વૃદ્ધિનો પ્રમાણિત ટ્રેક રેકોર્ડ છે અને ભવિષ્ય માટે સ્પષ્ટ વિઝન છે.
LDF-UDF ભ્રષ્ટાચારના ઈતિહાસનો પર્યાય
વડાપ્રધાને પક્ષના કાર્યકરોને લોકોને જણાવવા પણ વિનંતી કરી હતી કે કેરળમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) અને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)નો ટ્રેક રેકોર્ડ ભ્રષ્ટાચારના ઈતિહાસનો પર્યાય છે. પીએમ મોદીએ મંગળવારે જ્યારે તેઓ રાજ્ય પહોંચ્યા ત્યારે તેમને મળેલા સ્વાગતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કેરળના લોકોએ તેમને જે પ્રેમ અને લાગણી બતાવી છે તેનાથી તેઓ અભિભૂત થયા છે.
થ્રીપ્રયાર શ્રી રામાસ્વામી મંદિર આશીર્વાદ મેળવ્યાં
તેમણે કહ્યું કે જ્યારે તેઓ મંગળવારે કોચી પહોંચ્યા અને આજે સવારે થ્રીપ્રયાર શ્રી રામાસ્વામી મંદિર જતા હતા ત્યારે લોકોએ તેમને આશીર્વાદ આપ્યા. વડાપ્રધાન બે દિવસીય કેરળની મુલાકાતે છે અને મોડી સાંજે દિલ્હી પરત ફરશે.


