- મધ્યપ્રદેશમાં રવિશંકર પ્રસાદનું મહત્વનું નિવેદન
- કમલનાથને લઇને આપ્યુ મહત્વનું નિવેદન
- કહ્યું, છીંદવાડામાં કમલનાથ હારે છે
દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો વધ્યો છે. દિગ્ગજો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. જો કે સાથે જ વિરોધી પાર્ટીઓ એકબીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવાનું ટાળતા નથી. તેવામાં મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીને લઇને બીજેપીના દિગ્ગજ નેતા રવિશંકર રાવળે કમલનાથ વિરુદ્ધ મહત્વનું નિવેદન આપ્યું હતું.
કમલનાથ હારે છે- રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદે આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે હું ગઈકાલે છિંદવાડા ગયો હતો… કમલનાથ જી છિંદવાડામાં મુશ્કેલીમાં છે. જો તેઓ ત્યાં હારી જાય તો નવાઈ નહીં… મારા અવલોકન મુજબ ત્યાં હતાશાની ઝુંબેશ છે.