- લોકસભા ચૂંટણીને લઈને ભાજપની નજર નવા મતદારો પર
- ભાજપ યુવા મોરચા રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમનું થશે આયોજન
- દિલ્હી બાદ ગુજરાતમાં પણ સ્ક્રિનિંગ કમિટીની રચના કરાઇ
લોકસભાની ચૂંટણી આવતા ભાજપ એક્શનમાં છે. જેમાં નવા મતદારોને આકર્ષવા ભાજપ મેદાનમાં છે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપની નજર નવા મતદારો પર છે. ભાજપ યુવા મોરચા રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમનું આયોજન થશે. જેમાં ગુજરાતમાં 364, દેશમાં એક સાથે 5 હજાર સ્થળે સંમેલન થશે.
24 જાન્યુઆરીએ સંમેલન યોજાશે
24 જાન્યુઆરીએ સંમેલન યોજાશે. જેમાં ગુજરાતમાં દરેક વિધાનસભામાં બે સંમેલન યોજવામાં આવશે. સંમેલનમાં MP, MLA અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહેશે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપની નજર નવા મતદારો પર છે. બીજેપી યુવા મોરચા રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમનું આયોજન થશે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે હવે ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયુ છે. દિલ્હી બાદ ગુજરાતમાં પણ સ્ક્રિનિંગ કમિટીની રચના ભાજપ દ્વારા કરવામાં આવી છે. અન્ય પક્ષમાંથી નેતાઓ, સામાજિક અગ્રણીઓને ભાજપમાં જોડવા કમિટીની રચના કરવામાં આવી છે. તો સાથે જ 26 બેઠકો માટે 3-3ના ક્લસ્ટરના જૂથ બનાવી દરેક બેઠક દીઠ જવાબદારી નક્કી કરી છે.
દિલ્હી બાદ ગુજરાતમાં પણ સ્ક્રિનિંગ કમિટીની રચના કરાઇ
દિલ્હી બાદ ગુજરાતમાં પણ સ્ક્રિનિંગ કમિટીની રચના કરાઇ છે. પ્રદેશ કક્ષાએ 5 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ભરત બોઘરાને સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ બનાવાયા છે. તો મંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય જગદીશ મકવાણાનો કમિટીના સમાવેશ કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી પહેલાં લોકોને ભાજપ સાથે જોડવા 5 નેતાઓ સંકલન કરશે. કમિટીના નેતાઓ સાથે સંકલન બાદ જ ભાજપમાં એન્ટ્રી આપશે. કેટલાક રાજ્યના કડવા અનુભવ બાદ દેશભરમાં કમિટી રચવા ભાજપનો આદેશ છે.


