- નડ્ડા મંગળવારે મોડી રાત્રે ગુવાહાટી એરપોર્ટ પહોંચ્યા હતા
- આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું
- સરમા સાથે આસામ બીજેપી અધ્યક્ષ પણ હાજર હતા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આસામના પ્રવાસે છે. નડ્ડા મંગળવારે મોડી રાત્રે ગુવાહાટી એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું. સરમા સાથે આસામ બીજેપી અધ્યક્ષ પણ હાજર હતા. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નડ્ડા બુધવારે આસામ ભાજપની કાર્યકારી અને કોર કમિટીની બેઠકોની અધ્યક્ષતા કરશે.
હું સમયાંતરે માતાજીના દર્શન કરવા આવું છું: નડ્ડા
આજે કામાખ્યા માતાના દર્શન કરવાનો લ્હાવો મળ્યો. પ્રેરણા, ઉર્જા મેળવવા અને સમાજ માટે સારું કામ કરવા માટે હું સમયાંતરે માતાજીના દર્શન કરવા આવું છું. આજે પણ મારામાં ઘણી ઉર્જા છે, હું ઈચ્છું છું કે તેનો હું સમાજ કલ્યાણ માટે ઉપયોગ કરી શકું: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા
આગામી ચૂંટણી માટે પાર્ટી તરફથી માર્ગદર્શન આપશે
નડ્ડા બુધવારે 2024માં લોકસભા ચૂંટણીને લઇનેભાજપની કાર્યકારીણી બેઠકમાં ભાગ લેશે. આગામી ચૂંટણી માટે પાર્ટી તરફથી માર્ગદર્શન આપશે. પ્રદેશ પ્રમુખ ભાવેશ કલિતાની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં મુખ્યમંત્રી ડો. હિમંતા બિસ્વા સરમા, કેન્દ્રીય મંત્રીઓ સર્બાનંદ સોનોવાલસ અને રામેશ્વર તેલી ઉપરાંત રાષ્ટ્રીય સચિવ સાંસદ કામાખ્યા પ્રસાદ તાસા પણ ભાગ લેશે.
ભાજપના મુખ્યાલયમાં કોર કમિટીની બેઠકમાં ભાગ લેશે
જેપી નડ્ડા પણ સાંજે રાજ્ય ભાજપના મુખ્યાલયમાં કોર કમિટીની બેઠકમાં ભાગ લેશે. તેઓ અમીનગાંવમાં બીજી બેઠકમાં પણ હાજરી આપવાના છે. નડ્ડા ગુરુવારે બપોરે અરુણાચલ પ્રદેશ જવા રવાના થશે.


