- મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીને લઇને તેજ પ્રચાર
- જે.પી નડ્ડાએ મધ્યપ્રદેશમાં સંબોધી સભા
- કોંગ્રેસ પર નારી શક્તિબિલને લઇને કર્યા પ્રહાર
બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા મધ્યપ્રદેશની મુલાકાતે છે. મધ્યપ્રદેશમાં બીજેપીનો પુરજોશમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે જે.પી નડ્ડાએ રિવા જિલ્લામાં સભા સંબોધી હતી. તેમણે ત્યોંથર વિધાનસભામાં આયોજિત વિશાળ જનસભામાં જન જનનો ઉત્સાહ પ્રદેશની ડબલ એન્જિન સરકારને મળી રહેલા આશિષનું પ્રતિબિંબ ગણાવ્યુ હતું.
નારી શક્તિ વંદન બિલ પાસ કરાયુ
કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું કે લાંબા સમય સુધી યુપીએ અને કોંગ્રેસની સરકાર નારી શક્તિ વંદન એક્ટ પર બેઠી હતી, કોઈ પૂછવાવાળું ન હતું, પરંતુ મોદીજીની ઈચ્છાશક્તિના કારણે આ બિલ 2 દિવસમાં પાસ થઈ ગયું અને મહિલાઓને 33% અનામત મળી. કોંગ્રેસના શાસનમાં પ્રજાને કૌભાંડો મળ્યા. એક તરફ કૌભાંડોની કોંગ્રેસ અને બીજી બાજુ મોદીજીના નેતૃત્વમાં જે દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે, મોદી સરકારમાં 13.5 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા જે આજના ભારતનું ચિત્ર છે.
મધ્યપ્રદેશના હિતોનું રક્ષણ બીજેપી કરશે
વધુમાં જેપી નડ્ડાએ જનસભામાં હાજર ભીડને જોતા કહ્યુ કે આ ભીડ જ જણાવે છે કે સિદ્ધાર્થ તિવારી જીતી જશે. આ ચૂંટણી એ નક્કી કરવાનો સમય છે કે આગામી 5 વર્ષ સુધી તમારા હિતોનું રક્ષણ કોણ કરી શકે છે. હું ગર્વથી કહું છું કે લોકસભા અને મધ્યપ્રદેશમાં કમળ ખીલ્યું છે અને મોદીજીના નેતૃત્વમાં દેશ મજબૂત રીતે આગળ વધ્યો છે.