- હિમાચલમાં જે.પી નડ્ડાએ અભિનંદન સમારોહને કર્યુ સંબોધન
- બિલાસપુરમાં યોજાયો હતો અભિનંદન સમારોહ
- જે.પી નડ્ડાએ કહ્યું અમારી જીતે સૌને ચોંકાવી દીધા
દેશના ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા આજે હિમાચલ પ્રદેશ પહોંચી ગયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં સન્માન સમારોહને સંબોધન કર્યું હતું. જેમાં અનુરાગ ઠાકુર સહિત વિવિધ કાર્યકરો પણ જોડાયા હતા.
અમારી જીતે સૌને ચોંકાવી દીધા- જે.પી ન઼ડ્ડા
બિલાસપુરમાં આયોજિત સન્માન સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું- ચૂંટણી એ પણ એક પ્રકારની લડાઈ છે… આ દેશની રાજનીતિનું બદલાઈ રહેલું વાતાવરણ છે. 21મી સદી સદગુણોની શક્તિનો સમય છે. પીએમ મોદીના નેતૃત્વમાં અમે 5માંથી 3 રાજ્યો જીત્યા છે અને 2માં પણ પોતાની જાતને સ્થાપિત કરી છે. 3 રાજ્યોમાં અમારી જીતે કહેવાતા રાજકીય પંડિતોને પણ ચોંકાવી દીધા છે. કારણ કે તેઓ રાજકારણનું ગણિત સમજી શકતા નથી, રાજકારણના ઊંડાણને સમજવામાં અસમર્થ છે. તેઓ સમજી શકતા નથી કે આ કેવી રીતે થયું.
જનતાએ વિકાસને અપનાવ્યો
જે.પી નડ્ડાએ વધુમાં જણાવ્યું કે આ ત્રણ રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત મોદીજીની ગેરંટી પર જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતિક છે. સેવા, સુશાસન અને વિકાસના અમારા સંકલ્પને દેશભરમાં મળી રહેલું વિશાળ સમર્થન એ સ્પષ્ટ કરે છે કે દેશની જનતા હવે જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણની રાજનીતિથી આગળ વધીને વિકાસને અપનાવી રહી છે.
હિમાચલમાં યોજાયો અભિનંદન સમારોહ
મહત્વનું છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત બાદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા બે દિવસના હિમાચલ પ્રદેશના પ્રવાસે આવ્યા હતા. . કેન્દ્ર સરકાર દ્વારા બીજી વખત રાહત પેકેજ જાહેર કરવામાં જેપી નડ્ડાના સહકાર બદલ 16 ડિસેમ્બરે આયોજિત અભિનંદન સમારોહને સંબોધિત કર્યો હતો જેમાં જિલ્લા ભાજપના ઘણા કાર્યકરો સામેલ થયા હતા.


