રાજકીય ફંડ એકત્ર કરવામાં ભાજપનો કોઈ મુકાબલો નથી કરી શકતું, આ વાત ફરી એકવાર સાચી સાબિત થઈ ગઈ છે. ઇલેક્ટોરલ બોન્ડને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધા તો કોર્પોરેટ ટ્રસ્ટોએ ભાજપની ઝોળી ભરી દીધી છે. ભાજપાની 2024-25ની કોન્ટ્રીબ્યુશન રિપોર્ટ પ્રમાણે, આ દરમિયાન પાર્ટીને 6,088 કરોડ રૂપિયા ફંડ મળ્યુ, આ જ વર્ષે લોકભાની ચૂંટણી પણ હતી. જે 2023-24 માં મળેલા 3967 કરોડ રૂપિયા કરતા 53 ટકા વધારે છે, આ રિપોર્ટ 8 ડિસેમ્બરે ભાજપે સબમિટ કરી હતી.જે ચૂંટણી આયોગે ગયા અઠવાડિયે જ પ્રકાશિત કર્યો છે.
પ્રથમ વખત ટ્રસ્ટો મારફતે રાજકીય પક્ષોને એટલું મોટું ફંડ મળ્યુ
સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ કર્યા બાદ પ્રથમ વખત ટ્રસ્ટો મારફતે રાજકીય પક્ષોને એટલું મોટું ફંડ મળ્યુ છે. ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ રાજકીય પક્ષોને ગોપનીય રીતે ફંડ આપવાની એક પદ્ધતિ હતી. આ દૃષ્ટિએ ટ્રસ્ટ મારફતે ફંડ આપવું વધુ પારદર્શક માનવામાં આવે છે. ઇલેક્ટોરલ બોન્ડ રદ થયા બાદ 2024-25 દરમિયાન ઇલેક્ટોરલ ટ્રસ્ટોથી રાજકીય પક્ષોને મોટું ફંડ મળ્યુ છે.
ભાજપે 162 પાનાનો એક રિપોર્ટ સબમિટ કર્યો છે. 2024-25માં ચૂંટણી ટ્રસ્ટોએ ભાજપાને 3,744 કરોડ રૂપિયાનું દાન આપ્યુ છે. આ કુલ ફંડના 61 ટકા છે. બાકી 2,344 કરોડ રૂપિયા બીજા લોકોએ ફંડમાં આપ્યુ. ટ્રસ્ટો સિવાય ભાજપને જેમણે સૌથી વધારે ફંડ આપ્યુ છે તેમાં અનેક કંપનીઓ સામેલ છે. જે નીચે મુજબ છે.
ફંડ આપનાર કંપનીઓ
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (100 કરોડ રૂપિયા)
રૂંગટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ (95 કરોડ રૂપિયા)
વેદાંતા લિમિટેડ (67 કરોડ રૂપિયા)
મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ (65 કરોડ રૂપિયા)
ડેરાઇવ ઇન્વેસ્ટમેન્ટ્સ (53 કરોડ રૂપિયા)
મોડર્ન રોડ મેકર્સ પ્રાઇવેટ લિમિટેડ (52 કરોડ રૂપિયા)
લોટસ હોમટેક્સટાઇલ્સ લિમિટેડ (51 કરોડ રૂપિયા)
સફળ ગોયલ રિયલ્ટી એલએલપી (45 કરોડ રૂપિયા)
આઈટીસી લિમિટેડ (39 કરોડ રૂપિયા)
ગ્લોબલ આઇવી વેન્ચર્સ એલએલપી (35 કરોડ રૂપિયા)
આઈટીસી ઇન્ફોટેક ઇન્ડિયા લિમિટેડ (33.5 કરોડ રૂપિયા)
હીરો એન્ટરપ્રાઇઝિઝ પાર્ટનર વેન્ચર્સ (30 કરોડ રૂપિયા)
મેનકાઇન્ડ ફાર્મા લિમિટેડ (30 કરોડ રૂપિયા)
સુરેશ અમૃતલાલ કોટક (30 કરોડ રૂપિયા)
હિંદુસ્તાન ઝિંક લિમિટેડ (27 કરોડ રૂપિયા)
વર્ષ 2024-25માં ભાજપને 2019-20 પછીનો સૌથી વધુ ચંદો મળ્યો છે. હવે કોર્પોરેટ હાઉસ ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા બેંક ટ્રાન્સફર મારફતે રાજકીય પક્ષોને ચંદો આપી શકે છે. રાજકીય પક્ષોને ચંદાની માહિતી તેમની કન્ટ્રિબ્યુશન રિપોર્ટ અને વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં આપવી ફરજિયાત છે બાદમાં આ રિપોર્ટ ચૂંટણી પંચમાં સબમિટ કરવી પડે છે.
આ પણ વાંચોઃ હિંસા બાદ BSFએ બોર્ડર પર સુરક્ષા વધારી, કેમેરા લગાવવામાં આવ્યા


