- પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી
- આર સી ફળદુ,નરહરિ અમીનને પણ જવાબદારી
- જયોતિબેન પંડયા,કેસી પટેલને સોંપાઈ જવાબદારી
ભાજપે લોકસભા-2024 ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં 26 લોકસભા બેઠક માટે અલગ અલગ બેઠક પર અલગ અલગ વરિષ્ઠ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. જેમાં પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી સોંપવામાં આવી છે. જેની આગામી 6 જાન્યુઆરી મહત્ત્વની બેઠક મળશે.
આ અંગેની માહિતી અનુસાર, ભાજપ દ્વારા ગુજરાતમાં લોકસભાની 26 માંથી 26 બેઠક જીતવા માટે રણનીતિ બનાવવાની શરૂઆત કરી છે. જેમાં ગાંધીનગર ખાતે દિવસભરની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 26 બેઠકો ને 3,3 ના ક્લસ્ટર ના જૂથ બનાવાયા છે.
જેમાં ભાજપે 26 લોકસભા બેઠક માટે વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે આર.સી.ફળદુથી લઈ અમિત ઠાકર કે સી પટેલ,નરહરિ અમીન , બાબુભાઇ જેબલિયાનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના માટે જૂના જોગીઓને કમાન સોંપવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
ભાજપે 26 લોકસભા બેઠક માટે વરિષ્ઠ નેતાઓને સોંપી જવાબદારી
- પ્રદીપ સિંહ જાડેજા – વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ
- ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા – ભાવનગર, જૂનાગઢ, અમરેલી
- આર સી ફળદુ – રાજકોટ, જામનગર, પોરબંદર
- નરહરિ અમીન – ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ
- અમિત ઠાકર – બનાસકાંઠા પાટણ કચ્છ
- બાબુ ભાઈ જેબલિયા – સુરેન્દ્રનગર મહેસાણા, સાબરકાંઠા
- કે સી પટેલ – અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર
- જ્યોતિબેન પંડ્યા – સુરત નવસારી વલસાડ, બારડોલી


