- ભાજપ દ્વારા ગુજરાતમાં વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ
- 2.50 લાખ વોલ પેઇન્ટિંગ કરશે ભાજપ
- 50 હજાર ડિજિટલ પેઇન્ટિંગ કરશે ભાજપ
લોકસભા ચૂંટણીને લઈ ભાજપે પ્રચાર શરૂ કર્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મત વિસ્તારમાં વોલ પેઇન્ટિંગ કર્યું છે. તેમાં ભાજપ દ્વારા ગુજરાતમાં વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમાં ભાજપ 2.50 લાખ વોલ પેઇન્ટિંગ કરશે.
મોદી સરકારના સ્લોગન સાથે ડિજિટલ વોલ પેઇન્ટિંગ કરશે
ઉલ્લેખનીય છે કે ભાજપ 50 હજાર ડિજિટલ પેઇન્ટિંગ કરશે. મોદી સરકારના સ્લોગન સાથે ડિજિટલ વોલ પેઇન્ટિંગ કરશે. અમદાવાદમાં બીજેપીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમાં ગઈકાલે ગુજરાતમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલે વોલ પેઇન્ટિંગ કરાવી પ્રચાર શરૂ કરાવ્યો છે. ત્યારે આજે સીએમએ પોતાના મત વિસ્તારમાં વોલ પેઇન્ટિંગ કર્યું છે. ગુજરાત બીજેપીનું આયોજન છે કે ગુજરાત ભરમાં વોલ પેઇન્ટિંગ કરશે.
50 હજાર ડિજિટલ પેઇન્ટિંગ કરશે
બીજેપી 2.50 લાખ વોલ પેઇન્ટિંગ કરશે. તથા 50 હજાર ડિજિટલ પેઇન્ટિંગ કરશે. ફરી એક વાર મોદી સરકારના સ્લોગન સાથે શહેરમાં વિવિધ જગ્યાઓ પર ડિજિટલ વોલ પેઇન્ટિંગ જોવા મળશે. તેમજ રાજ્યમાં જે વિસ્તારમાં ભાજપની જીત થઇ છે તે વિસ્તારની દિવાલોને ભાજપના સુત્રોથી શુસોભિત કરવામાં આવશે.


