- 100 જેટલા કોર મેમ્બર્સની હાજરીમાં યોજાયો ખાસ કાર્યક્રમ
- ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ BJP કરશે ભાજપનો પ્રચાર
- 3000થી વધુ સ્વયંસેવકોએ હસ્તાક્ષર કરી સ્વયંસેવાના પ્રણ લીધા
લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીની પહેલી યાદી જાહેર થતાંની સાથે જ ભાજપના સમર્થકો સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયા છે. અમેરિકામાં વસતા ભાજપના સમર્થકોએ લોકસભા ચૂંટણીમાં ભાજપના 400 બેઠકો જીતવાના લક્ષ્યમાં ભાગીદારી આપવાનો અને સ્વયંસેવા કરવાનો સંકલ્પ કરતાં લોકસભા ચૂંટણી 2024 માટે પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે.
USAમાં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ BJP (OFBJP)ના અધ્યક્ષ અદાપા પ્રસાદે વોશિંગ્ટન ડીસીના મેરીલેન્ડ ઉપનગરમાં શનિવારે ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કર્યા બાદ જણાવ્યું હતું કે ભારતીય પ્રવાસી સમુદાય ભારતમાં ભાજપને સમર્થન આપવા જઈ રહ્યું છે.
કાર્યક્રમમાં OFBJPના 100 જેટલા કોર મેમ્બર્સ હાજર રહ્યા
વોશિંગ્ટન ડીસીના મેરીલેન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં OFBJPના લગભગ 100 જેટલા સભ્યો સામેલ થયા થયા હતા. ભારતમાં લોકસભાના 543 સભ્યોની ચૂંટણી માટે મે 2024 દરમિયાન સામાન્ય ચૂંટણીઓ યોજવાની શક્યતાઓ છે.
ભારતીય-અમરિકનોએ આપી પ્રસ્તુતિ
ભારતીય અમેરિકાનોએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિતના જુદા-જુદા ભારતીય રાજ્યોમાં તેમના કેસોના વિશ્લેષણ પર પ્રસ્તુતિઓ આપી હતી.
3000થી વધુ સ્વયંસેવકોએ કર્યા હસ્તાક્ષર
હાલ તો લગભગ 3000થી વધુ સ્વયંસેવકોએ OFBJP દ્વારા સંકલિત વિવિધ ચૂંટણી સંબંધિત પ્રવૃત્તિઓ માટે હસ્તાક્ષર કર્યા હતા.


