- સી.આર.પાટીલ પોતાના નિવાસસ્થાને લોકોને મળશે
- નવા વર્ષની શુભેચ્છાઓનુ આદાન પ્રદાન કરશે
- સવારે 10 વાગ્યાથી સાંજ સુધી ઘરે મળશે
ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુરતમાં છે. જેમાં સી.આર.પાટીલ આજે નવા વર્ષના દિવસે લોકોને મળશે. સી.આર.પાટીલ પોતાના નિવાસસ્થાને લોકોને મળશે. તેમાં નવા વર્ષની શુભેચ્છાઓનુ આદાન પ્રદાન કરશે.
સવારે 10 વાગ્યાથી સાંજ સુધી સી.આર.પાટીલ ઘરે મળશે
ઉલ્લેખનીય છે કે સવારે 10 વાગ્યાથી સાંજ સુધી સી.આર.પાટીલ ઘરે મળશે. પાટીલ બેસતા વર્ષના પવિત્ર દિવસે લોકોને મળશે. પાટીલ નિવાસસ્થાને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરશે. ગુજરાત સહિત દેશ અને વિદેશમાં ધામધૂમપૂર્વક ઉજવાઇ રહેલા દીપાવલી પર્વની સાથે વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષ આરંભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પ્રજાજનો, કાર્યકરોને મળી નૂતન વર્ષની શુભકામનાની આપ-લે કરશે.
નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષ પ્રારંભે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે. આ પહેલાં મુખ્યમંત્રી સવારે 7 વાગે ગાંધીનગર પંચદેવ મંદિર ખાતે દર્શન પૂજન કર્યા હતા. ગાંધીનગરથી અમદાવાદમાં નગર દેવી ભદ્રકાળી માતાના દર્શન માટે સવારે 10 વાગે જશે. ત્યાંથી મુખ્યમંત્રી સવારે 10.30 થી 11.30 કલાક સુધી શાહીબાગ એનેક્ષી સર્કિટ હાઉસ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે.


