- ગાંધીનગર લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા
- કાર્યકરો દ્વારા એક સૂરે અમિત શાહના નામનું સૂચન
- સર્વસંમતિથી લોકોએ અમિત શાહનું નામ સૂચવ્યું
લોકસભાની ચૂંટણી માટેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જેના માટે ગુજરાત ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે રાજ્યની મહત્વની અને દેશના ગૃહમંત્રી અમિત શાહ જે બેઠક પરથી ચૂંટણી જીતીને આવ્યા છે તેવી લોકસભાની ગાંધીનગર બેઠક પર સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં ગાંધીનગર લોકસભા બેઠક માટેની સેન્સ પ્રક્રિયા શરૂ થશે.
આ માટે કાર્યકરોથી લઈ સૌ કોઈ પણ એક જ નામ સાથે આગળ વધી રહ્યા છે. જેમાં અમિત શાહને જંગી મતે જીતાડવા માટે કાર્યકર્તાઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે. આ માટે સર્વ સંમતિથી ભાજપના તમામ હોદ્દેદારોએ અમિત શાહ ના નામની રજુઆત કરી છે.
જ્યાં ભાજપ તરફથી નિરીક્ષક હર્ષ સંઘવી,વર્ષા દોશી અને સનમ પટેલ ની હાજરીમાં સેન્સ લેવામાં આવશે. આ માટે ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતી વિધાનસભાઓ અને વોર્ડના હોદ્દેદારો પહોંચવાની શરૂઆત કરી છે. તેમજ ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતી જિલ્લા પંચાયતના પ્રમુખ અને હોદ્દેદારો પહોંચ્યા છે.
આ તરફ કાર્યકર્તાઓ અમિત શાહના નામને લઈને અત્યારથી જ થનગનાટ જોવા મળી રહ્યો છે. જેમાં મહિલા મોરચાના સભ્યો પણ બેઠકમાં પહોંચ્યા હતા. જેમાં અમિત શાહ એક પણ દિવસ વિસ્તારમાં નહીં આવે તો પણ જીતાડવા માટે તમામ કાર્યકરોએ સહમતી દર્શાવી છે. જેમાં 10 લાખથી વધુ મત થઈ જીતશે તેનો સંકલ્પ લીધો છે.


