- 400 પાર કરવાના ટાર્ગેટ પર ફોકસ રહેશે
- કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, રાજ્યમંત્રીઓ રહેશે હાજર
- વિકસિત ભારત માટે 2047 સુધીમાં બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે
આજથી દિલ્હીમાં ભાજપનું 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થશે. જેમાં પ્રથમ દિવસે પદાધિકારીઓની બેઠક યોજાશે. આ બેઠકમાં ભાજપ લોકસભાની ચૂંટણીમાં જીતની હેટ્રિકની રણનીતિ રચી શકે છે. વોટ અને સીટની સંખ્યા વધારવા માટે પણ મંથન કરાશે. બેઠકના સમાપનમાં PM મોદી સંબોધન કરશે. PM મોદી પદાધિકારીઓને જીતના મંત્ર આપશે અને સાથે જ 400 પાર કરવાના ટાર્ગેટ પર ફોકસ રહેશે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ લેશે અને સાથે જ ગુજરાતના તમામ મોટા નેતાઓ ભાગ લેશે.
જેપી નડ્ડા સંમેલનની શરૂઆત કરશે
લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)નું આજથી બે દિવસનું મંથન સત્ર છે. આજે અને આવતીકાલે દિલ્હીના ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા બપોરે 3 વાગ્યે સંમેલનની શરૂઆત કરશે. બેઠકમાં બે દરખાસ્તો લાવવામાં આવશે. આ સાથે રામ મંદિર, મહિલા આરક્ષણ, ખેડૂતો અને યુવાનો માટેના કામો પર પણ ચર્ચા થવાની સંભાવના છે. સંમેલન બેઠક પહેલા સવારે 11 વાગ્યાથી રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક યોજાવાની છે, જેમાં પીએમ મોદી પણ હાજરી આપશે. ભાજપના આ સંમેલનમાં 11500 નેતાઓ ભાગ લેશે. લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીએ પાર્ટી માટે 370 અને એનડીએ ગઠબંધન માટે 400થી વધુ સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. પીએમ મોદીના સંબોધન સાથે સત્રનું સમાપન થશે.
આ નેતાઓ ભાજપના સંમેલનમાં હાજરી આપશે
ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પીએમ મોદી અને કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓ ઉપરાંત ભાજપના તમામ રાષ્ટ્રીય અધિકારીઓ, ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ, તમામ સાંસદો અને ધારાસભ્યો, તમામ રાજ્યના નેતાઓ હાજર રહ્યા હતા. અધિકારીઓ, તમામ જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાઓના તમામ સભ્યો, પ્રમુખ અને તમામ જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ અને વિભાગીય પ્રમુખો પણ ભાગ લેશે.
કયા મુદ્દાઓ પર થશે ચર્ચા
રાષ્ટ્રીય અધિવેશનમાં રાજકીય પ્રસ્તાવો ઉપરાંત આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર પણ પ્રસ્તાવ લાવવામાં આવશે. બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનના સ્થળ ભારત મંડપમ ખાતે મોદી સરકારની સિદ્ધિઓ અને કાર્યો પર આધારિત એક મોટું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે. પીએમ મોદીનું વિકસિત ભારતનું વિઝન પ્રદર્શનમાં પ્રતિબિંબિત થયું છે.
‘વિકસિત ભારત માટે 2047 સુધીમાં બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે’
બેઠક અંગે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે પાર્ટી તેના રાષ્ટ્રીય સત્રોનું આયોજન અત્યંત લોકતાંત્રિક રીતે કરે છે. અમે સમયસર પક્ષની ચૂંટણીઓ યોજીએ છીએ અને પ્રાદેશિક અને સ્થાનિક સ્તરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પીએમ મોદીએ બીજેપી માટે 370 પ્લસ સીટો અને બીજેપીની આગેવાની હેઠળના NDA માટે 400 પ્લસ સીટો મેળવવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. બેઠક દરમિયાન, ભાજપના નેતાઓ આગામી ચૂંટણીઓ અંગે ચર્ચા કરશે અને 2047 સુધીમાં વિકસિત ભારતની બ્લૂ પ્રિન્ટ દર્શાવશે. જેપી નડ્ડા ઉદ્ઘાટન સંબોધન કરશે અને બીજા દિવસે વડાપ્રધાનના સંબોધન સાથે સભાનું સમાપન થશે.


