- જૂનાગઢ-ભાવનગર સહિત 3 સીટ પર અંતિમ ઘડીએ નામ જાહેર થશે
- CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ બેઠકમાં હાજર રહ્યાં હતા
- 11 સીટમાંથી 4થી 5 સીટ પર નો રિપીટ થિયરી અપનાવી શકે છે
ભાજપની બીજી યાદી આજે જાહેર થઇ શકે છે. જેમાં CECની બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ છે. ત્યારે 150 બેઠકોના ઉમેદવારોના નામ પર ચર્ચા થઇ છે. ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારોના નામ પર ફાઇનલ થઇ શકે છે. જેમાં અગાઉ 15 બેઠકોના ઉમેદવાર જાહેર કરાયા હતા.
CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ બેઠકમાં હાજર રહ્યાં હતા
CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ બેઠકમાં હાજર રહ્યાં હતા. તેમાં 11 બેઠકો પર નવા ચહેરાઓ જાહેર થઇ શકે છે. તેમજ 2 બેઠક પરથી મહિલા ઉમેદવારને ટિકિટ અપાઇ શકે છે. જેમાં યુવા અને સક્રિય કાર્યકર્તાઓને ટિકિટ અપાઇ શકે છે. તેમજ PM મોદી અને જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ છે. જેમાં PM નરેન્દ્ર મોદી બેઠકમાં હાજર રહ્યા છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ બેઠકમાં હાજર રહ્યા છે. તેમજ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્રના ઉમેદવાર પર ચર્ચા થઇ છે. કોર કમિટીની બેઠકમાં ઉમેદવારોના નામ પર મહોર લાગી ગઇ છે. જેમાં CECની બેઠક બાદ ભાજપની યાદી જાહેર થશે.
11 સીટમાંથી 4થી 5 સીટ પર નો રિપીટ થિયરી અપનાવી શકે છે
ગુજરાતની 11 બેઠકોના ઉમેદવાર જાહેર થવાના બાકી છે. જેમાં પ્રથમ યાદીમાં 15 બેઠકોના ઉમેદવાર જાહેર કરાયા હતા. હાલ લોકસભા ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં મનોમંથન ચાલી રહ્યું છે. ભાજપે સૌથી પહેલા 195 ઉમેદવારનાં નામ જાહેર કર્યા હતા, જેમાં 15 ઉમેદવાર ગુજરાતના હતા. જ્યારે કોંગ્રેસની પહેલી યાદીમાં 39 ઉમેદવાર હતા, પરંતુ ગુજરાતમાંથી એકપણ ઉમેદવાર જાહેર કર્યો નહોતો. જેથી હવે કોંગ્રેસ ગમે ત્યારે ગુજરાતના ઉમેદવારો જાહેર કરશે. તો બીજી તરફ ભાજપના 11 ઉમેદવારોનાં નામની પણ રાહ જોવામાં આવી રહી છે. જોકે જૂનાગઢ અને ભાવનગર સહિત 3 સીટનાં નામ અંતિમ સમયે જાહેર થઈ શકે છે. આ 11 સીટમાંથી 4થી 5 સીટ પર નો રિપીટ થિયરી અપનાવી શકે છે.


