રાજકોટ દાઉદી બોહરા જમાત અંજુમન-એ-હાતિમીના બેનર હેઠળ શબાબઉલ ઇદિઝ ઝહબી દ્વારા રાજકોટમાં એક વિશાળ રક્તદાન શિબિર નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સમુદાયના આશરે ૨૦૦થી વધુ પુરુષો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવસેવાની ઉત્તમ પરંપરાનું ઉદાહરણ રજૂ કર્યું હતું, હોસ્પિટલોમાં વધતી જતી રક્ત ની અછત ને ધ્યાનમાં રાખીને આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે ઘણી વખત દર્દીઓને સમયસર રક્ત ન મળતા ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આ રક્તદાન શિબિરનું આયોજન લાઈફ બ્લડ સેન્ટર, રાજકોટ ના સહયોગથી કરવામાં આવ્યું હતું.
લાઈફ બ્લડ સેન્ટરની સમગ્ર ટીમે, ખાસ કરીને શ્રી ભટ્ટભાઈના નેતૃત્વમાં, રક્તસંગ્રહની પ્રક્રિયાને સરળ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, શિબિરને સફળ બનાવવા માટે શબાબ કમિટીના સભ્યો હોઝેફા કાચવાલા, હકીમ માંકડા, તાહેર કાથાવાલા, કુરેશ ત્રવાડી, તાહા ફક્કડ, તાહેર ચિત્તલવાલા, ઝોહર ધનકોટ, અબ્દેઅલી ગાંધી, આબિદ શુક્લા, હુસેન ઇસ્માઇલ ગાંધી, હુસેન ભારમલ, હુસૈન ગોળવાલા, હુસૈન માંકડા, હુસૈન વાડીવાલા, હુસૈન ઝરીવાલા, હુસૈન લોટિયા, અઝીઝ ભારમલ, ફિરોઝ ભારમલ, મુર્તઝા ક્વેટ્ટાવાલા, સૈફુભાઈ માંકડા, બુરહાન સદિકોટ, અબ્દેઅલી કાપડિયા, ફૈઝુલ્લાહભાઈ પટેલ અને અબ્બાસ રાજ એ સક્રિય રીતે જવાબદારી નિભાવી હતી.
આ શિબિર મા આમિલ સાહેબ શેખ સૈફુદ્દીનભાઈ ભાભરાવાળા, ડૉ પંકજ રાઠોડ સાહેબ, ડૉ એમ.એમ. કારીયા સાહેબ ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત, સમુદાયના દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે સ્પોન્સર્સ તરીકે બાકીર ગાંધી (ક્રિસ્ટલ ગ્રુપ), નૂરુદ્દીનભાઈ (ગાંધી માર્ટ), હુસૈન માંકડા (ફાતેમી ગ્લાસ), સિરાજભાઈ લોટિયા, મુસ્તાકભાઈ માંકડા અને મુસ્તફાભાઈ વજીહી (રીઅલ આર્ટ) દ્વારા ભેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ શિબિર શબાબઉલ ઇદિઝ ઝહબી દ્વારા સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવી હતી. કમિટીએ તમામ રક્તદાતાઓ, સ્પોન્સર્સ તથા સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કરી, ભવિષ્યમાં પણ આવા જનહિતકારી કાર્યક્રમો સતત આયોજન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસવાળાએ જણાવ્યું હતું.


