- શરદ પવાર અને અજિત પવાર વચ્ચે NCP ચૂંટણી ચિહ્ન વિવાદ
- NCP ધારાસભ્યો ગેરલાયક ઠેરવવાના કેસમાં નિર્ણય સંભળાવ્યો
- નિર્વિવાદિત પણે અજિત પવાર પાસે 41 ધારસભ્યોની બહુમતી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ચૂંટણી ચિન્હ અને પાર્ટીના નામની લડાઈ ચાલી રહી હતી. જેને લઈને આજે મહારાષ્ટ્રના સ્પીકરે શરદ પવાર જૂથને આંચકો આપ્યો છે. સ્પીકર રાહુલ નાર્વેકરે ચુકાદો આપ્યો છે કે, અજિત પવાર જુથ જ અસલી અને વાસ્તવિક NCP છે.
અજિત પવાર જૂથ વાસ્તવિક NCP છેઃ સ્પીકર નાર્વેકર
મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરે ચુકાદો આપતાં કહ્યું છે કે, અજિત પવાર જૂથ વાસ્તવિક NCP છે. NCP ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં સ્પીકર રાહુલ નાર્વેકરે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. શરદ પવાર જૂથને ફટકો આપતા તેમણે કહ્યું કે અજિત પવાર જૂથ જ અસલી એનસીપી છે. તેમણે કહ્યું કે, નિર્વિવાદપણે અજિત પવાર પાસે 41 ધારાસભ્યોની બહુમતી છે. સ્પીકરે પોતાનો નિર્ણય આપતી વખતે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.
શરદ પવાર જૂથની દલીલ
શરદ પવાર જૂથની દલીલ કે વિધાનસભ્ય બહુમતીના આધારે આ બાબતનો નિર્ણય ન લઈ શકાય. અજિત પવાર પાસે 41 ધારાસભ્યોની બહુમતી છે. આ નિર્વિવાદ છે. હું માનું છું કે વાસ્તવિક રાજકીય પક્ષની વ્યાખ્યા બહુમતી ધારાસભ્ય પક્ષ દ્વારા કરી શકાય છે. અજિત પવાર પાસે ધારાસભ્ય બહુમતી છે હું માનું છું કે અજિત પવાર જ વાસ્તવિક રાજકીય પક્ષ છે.
અજીતની તરફેણમાં નિર્ણય કેમ ગયો?
NCP ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલામાં મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરે ગુરુવારે ચુકાદો આપ્યો હતો. ગુરુવારે સાંજે તેમના નિર્ણયમાં, તેમણે તમામ ધારાસભ્યોને લાયક જાહેર કર્યા અને ગેરલાયકાતના કેસમાં તમામ અરજીઓ રદ કરી. તેમણે અજીતના જૂથને વાસ્તવિક એનસીપી તરીકે પણ જાહેર કર્યું. સ્પીકરે કહ્યું કે અજિત પવારને 41 ધારાસભ્યોનું સમર્થન છે.


