રાજ્યમાં ધોરણ ૧૦માં ૯,૧૭,૬૮૭, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૮૯,૨૭૯ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧,3૨,૦૭3 છાત્રો આપશે પરીક્ષા
જાહેરનામાનો ભંગ કરનાર સામે થશે ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ કડક કાર્યવાહી
સોમવારથી બોર્ડની પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. ધોરણ 10માં 9,17,687 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કુલ ૧૫,3૯,૦3૯ વિદ્યાર્થીઓ સોમવારથી બોર્ડની પરીક્ષા આપવાના છે. દરમિયાન રાજકોટ પોલીસે બોર્ડની પરીક્ષાના વ્યવસ્થાપન માટે નિયમોનું જાહેરનામુ બહાર પાડ્યું છે.
રાજ્યભરના વિવિધ 84 ઝોનમાં 981 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકવાળા વિસ્તારોમાં આવવા જવા માટે વિદ્યાર્થીઓએ ઘરથી પરીક્ષા સ્થળનું અંતર અને ટ્રાફિક ધ્યાને લઈને નીકળવું જેથી જે સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાય. પરીક્ષા સ્થળ ખાતે પહોંચવામાં રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય તો 100 નંબર ઉપરથી પોલીસની સહાય મેળવીને પણ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાશે. પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વ્યક્તિને દોષિત કર્યેથી 3 વર્ષ કરતાં ઓછી ન હોય અને 5 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કેદની સજા અથવા રૂ.2,00,000/- સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.
રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામુ
(૧) પરીક્ષા કેન્દ્રો કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ એકત્રીત થવા પર પ્રતિબંધ
(ર) શાળાઓ (પરીક્ષા કેન્દ્રો)ની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રીજયામાં કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન
ચાલુ રાખી શકશે નહીં. પરીક્ષા કેન્દ્રની શાળામાં પણ ઝેરોક્ષ બંધ રાખવુ ફરજિયાત
(૩) શાળાઓની ૧૦૦ મીટરની ત્રીજયામાં કોઇ વ્યકેત વાહનો લાવી શકશે નહીં
(૪) પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં ચાર કે તેથી વધારે વ્યકિતઓ ભેગા થઇ શકશે નહીં
(૫) શાળા(પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઇલેકટ્રોનીક સાધનો વિગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જવા નહી તેમજ સુપરવાઇઝરો પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન નહીં લઇ જઇ શકે.
(૬) શાળા (પરીક્ષા કેન્દ્રો) ના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ ના
(૭)પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોકસાઇ પુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે. ઓળખકાર્ડ સબંધિતોએ પહેરવાનુ રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત શાળાના (પરીક્ષા કેન્દ્રો) બિલ્ડીંગમાં પ્રવેશ કરી શકશે નહી.
(૮) શાળા(પરીક્ષા કેન્દ્રની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રીજયામાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી.
જાહેરનામાના હુકમમાંથી નિચે જણાવેલ વ્યકિતઓને મુકિત આપવામાં આવે છે.
(૧) સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિત કે વ્યકિત સમુહ, તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ ઓળખપત્ર ધરાવતી વ્યકિતઓ તેમજ ઓળખપત્ર ધરાવતા પરીક્ષાર્થીઓ. (પરીક્ષાર્થીઓ મોબાઈલ ફોન સાથે લઈ જઈ શકશે નહી.)
(ર) કોઈ લગ્નના વરઘધોડાને.
(૩) કોઈ સ્મશાન યાત્રાને
(૪) ફરજ પરના પોલીસ/એસઆરપી/હોમગાર્ડ/જી.આર.ડી.ના અધિકારી તથા જવાનો
સૌરાષ્ટ્રમાં બોર્ડના સેન્ટરવાઇઝ વિદ્યાર્થીઓ
જિલ્લો(સેન્ટર) ધો.૧૦ ધો.૧૨(સાયન્સ) ધો.૧૨(સામાન્ય પ્રવાહ)
અમરેલી ૧૯૨૮૯ ૫૬૮૧ ૧૧૦૯૧
જામનગર ૧૬૮૦૪ ૧૮૭૦ ૯૪૫૬
જૂનાગઢ ૨3૮૨3 ૨૯૯૫ ૧3૭૮૪
રાજકોટ ૪૫૬૮૦ ૮૦૧૫ ૨૬૬૫૨
સુરેન્દ્રનગર ૧૯૨૮૦ ૧૨૮૫ ૧૧૭૯3
પોરબંદર ૭3૦૧ ૧૫૨૪ ૪૨૬3
દેવભૂમિ દ્વારકા ૮૫૦૭ ૧૦૭3 ૪૪૨૦
ગીરસોમનાથ ૧૭૪૪૧ 3૪૮ ૧૧૦૧૪
મોરબી ૧૨૬૪૮ ૧૮3૯ ૭૧૫૬
રાજકોટ જિલ્લામાં હેલ્પલાઇન નંબર
સેન્ટર હેલ્પલાઇન નંબર/અધિકારી
ઉપલેટા પરેશભાઇ પટેલ, વી.પી.ઘેટિયા હાઇસ્કુલ(૯૪૨૯૨ ૪3૮૮૮)
રાજકોટ સંજયભાઇ પંડ્યા, હ.લ.ગાંધી વિદ્યાલય(૯૯૨૫૦ 3૦3૧૦)
જેતપુર વી.ડી.નૈયા, જલારામ હાઇસ્કુલ, વિરપુર(૯૨૨૮3 ૬૯૭૯૪)
ગોંડલ, કોટડા સાંગાણી એસ.સી.બરોચિયા, અમૃતિયા હાઇસ્કુલ, ત્રાકુડા(૯૮૭૯૫ 33૦૬૯)
જસદણ,વીંછિયા કાલીન્દીબેન જાની, સ.મા.પ્રા શાળા, કાંસલોલિયા(૯૪૨૮૧ ૫૫૮૫૬)
રાજકોટ ડો.સોનલબેન ફળદુ, શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ, રાજકોટ(૯૨૨૮૨ ૭૪૬૯૫)
રાજકોટ તુષારભાઇ પંડ્યા, પી એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલ(૯૪૨૭૪ 3333૯)
રાજકોટ શહેર, તાલુકો અમરશી ચંદ્રાલા, શૈફી હાઇસ્કુલ(૯૮૯૮૯ ૯૪૫૯3)
ધોરાજી, જામકંડોરણા મહેશકુમાર મકવાણા, ભગવતસિંહજી હાઇસ્કુલ, ધોરાજી(૯૮૨૫૨ ૯૫૦૧૬)
રાજકોટ, પડઘરી, લોધિકા જે.પી.વસોયા, એ.એસ.ચૌધરી હાઇસ્કુલ(૯૪૨૭૯ ૦૪૬૦૯)


