- પાકિસ્તાનમાં આત્મહત્યાનો દર આઠ ટકાએ પહોંચ્યો
- પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં ઝેર ખાઈ 11 સભ્યોની આત્મહત્યા
- પાડોશી દેશ પાકિસ્તાનમાં મોતનો સીલસીલો યથાવત્
પાડોશી દેશ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં બાળકો અને મહિલાઓ સહિત એક જ પરિવારનાં 11 સભ્યો ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. પોલીસે ઘટનાસ્થળે જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતદેહો ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના લક્કી મરવત જિલ્લાના તખ્તી ખેલ શહેરમાં આવેલા ઘરમાંથી મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી પુરાવા એકઠા કર્યા હતા. આની પહેલા પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકોનાં મોત બે દિવસ પહેલા ખોરાકમાં ઝેર મિક્સ ખરી ખાવાથી થઈ હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મૃતકોના એક સંબંધીએ કથિત રીતે બે દિવસ અગાઉ વજીરિસ્તાનની કરિયાણું ખરીદ્યું હતું.
મોતનું કારણ ઘરેલું વિવાદ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાંથી મળેલી માહિતી પ્રમાણે ઘર કંકાસને લીધે આ ઘટના સર્જાઈ છે. આ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી જે 11 લોકોની લાશ મળી તેમાં મહિલાઓ અને બે બાળકોનો પણ સમાવેશ થતો હતો. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના એસપીએ આ ઘટના અંગેની રિપોર્ટની માંગ કરી હતી. તેમને જણાવ્યું કે, કેસમાં સામેલ ગુનેગારોને જલ્દીથી પકડવામાં આવશે.
પાકિસ્તાનમાં સતત વઘતો આત્મહત્યાનો દર
પાકિસ્તામાં ગત બે વર્ષથી ડબલ્યૂએચઓએ એક રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે. જેમાં પાકિસ્તાનમાં આત્મહત્યાના દરને દર્શાવ્યો હતો. WHOના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં આત્મહત્યાનો દર આઠ ટકા હતો. પાકિસ્તાનમાં પ્રકાશિત થતા એક સર્વેમાં પાકિસ્તાનમાં આપઘાતના દરમાં વૃદ્ધિ પર ચિંતા વ્યક્ત કરી હતી. અનેક નિષ્ણાતોએ WHOના રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે પાકિસ્તાનમાં આત્મહત્યાનો દર આઠ ટકાને પાર કરી ગયો છે અને આ ખૂબ ચિંતાજનક છે.


