- 20 આરોપી સામે GUJCTOC એક્ટ હેઠળ કાર્યવાહી
- અમીન યુસુફ કિટાવાલા સહિત 19 આરોપી સામે કાર્યવાહી
- આધાર કાર્ડનો દુરઉપયોગ કરી કરતા હતા કૌભાંડ
રાજ્યમાં બોગસ બિલિંગ લઈને SGST મામલે કાર્યવાહી સામે આવી રહી છે. જેમાં બોગસ બિલિંગમાં આધારના ખોટા ઉપયોગ પર ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે SGSTએ 20 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ વચ્ચે ભાવનગરના 19 અને રાજકોટના 1 શખ્સ સામે ગુજસીટોક હેઠળ SGSTએ ગુનો નોંધ્યો છે
GST વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગુજરાતમાં બોગસ GST નંબર અને ક્રેડિટ મેળવવાના નામે ફરિયાદો સામે આવી રહી છે. દેશમાંથી 13 હજાર 345 બોગસ GST નંબર સામે આવ્યા છે. જેમાં ગુજરાતના 4308 બોગસ GST નંબરનો સમાવેશ થાય છે.
આ સાથે જ બોગસ ક્રેડિટ મેળવનારા સામે વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે દેશભરમાંથી 141 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીઓ આધાર સાથે લિંક મોબાઇલ નંબર બદલતા હતા, અને પોતાના ગેરકાયદે કામોને અંજામ આપતા હતા.


