- ઇટીપી પ્લાન્ટ જોગવાઈ મુજબ કરવા નોટિસ આપી હતી
- ઇટીપી સિસ્ટમ દ્વારા ટ્રીટમેન્ટ થયેલા પાણીના સેમ્પલ રિપોર્ટ ફેઇલ આવતા
- આઈસ્ક્રીમ સહિત વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું
ગોધરા જીઆઇડીસી ખાતે આવેલા બોમ્બે ચોપાટી આઇસ્ક્રીમના પ્રોડક્શન પ્લાન્ટને જીપીસીબી દ્વારા સીલ કરવામાં આવ્યો છે. જીપીસીબી દ્વારા પ્રોડક્શન પ્લાન્ટની ઈટીપી સિસ્ટમમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો નમૂનો ફેઈલ જતાં આખરે પ્લાન્ટના પ્રોડક્શન વિભાગની સીલ કરી દેવામાંઆવ્યો છે.
ગોધરા જીઆઇડીસી ખાતે બોમ્બે ચોપાટી દ્વારા આઈસ્ક્રીમ સહિત વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ પ્રોડક્શન પ્લાન્ટમાં ગેરકાયદેસર રીતે પાઇપલાઇનનાંખી દૂષિત પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાની ફ્રિયાદ પંચમહાલ જિલ્લા જીપીસીબી વિભાગને મળી હતી. જે આધારે જીપીસીબીનારીજીયોનલ ઓફ્ીસર નિહારિકા વસાવા દ્વારા દશ જાન્યુઆરીના રોજ બોમ્બે ચોપાટી પ્રોડક્શન પ્લાન્ટ ની મુલાકાત લેવામાં આવી હતી. દરમિયાન વરસાદી કાંસમાં ગેરકાયદેસર રીતે પાણી નિકાલની પાઇપલાઇન કરવામાં આવી હોવા નું જોવા મળ્યું હતું જેથી જીપીસીબીના અધિકારીઓ દ્વારા આ પાઇપલાઇન રીમુવ કરાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત ઇટીપી પ્લાન્ટના પ્રોસેસ થયેલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનું પરીક્ષણ થયા બાદ સેમ્પલ ફેઈલ જતાં જીપીસીબી ગાંધીનગર કચેરી દ્વારા બોમ્બે ચોપાટીના સંચાલકોને ઇટીપી પ્લાન્ટ વ્યવસ્થિત અને જોગવાઈ મુજબ કાર્યરત કરવા અંગે 15 દિવસની મર્યાદાની નોટીસ આપવામાં આવી હતી. જે મુજબ બોમ્બે ચોપાટીના સંચાલકો દ્વારા ઓનલાઇન એપ્લિકેશન કરી ઇટીપી પ્લાનસિસ્ટમ જોગવાઈ મુજબ હોવાની જીપીસીબી કચેરીએ જાણ કરવામાં આવી હતી. જીપીસીબી અધિકારીએ પુનઃ બોમ્બે ચોપાટીના પ્રોડક્શન પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ઇટીપી સિસ્ટમ દ્વારા ટ્રીટમેન્ટ થયેલા પાણીના સેમ્પલ લીધા હતા. જેનો બીજીવાર પણ રિપોર્ટ ફેઇલ આવતા એક માર્ચના રોજ બોમ્બે ચોપાટીના ગોધરા જીઆઇડીસી સ્થિત પ્રોડક્શન પ્લાન્ટને જીપીસીબીના દ્વારા સીલ કરાયો છે.


