- અમદાવાદમા આવતીકાલથી બોનસાઇ શો થશે શરૂ
- સિંધુ ભવન રોડ પર 4 થી 10 માર્ચ દરમિયાન બોનસાઈ શો
- AMC દ્વારા આયોજીત બોન્સાઈ શો નુ ઉદ્ધાટન મુખ્યમંત્રી કરશે
દેશમાં પ્રથમ વાર જાપાનીઝ ઝેન ગાર્ડનની થીમ પર બોન્સાઇ વૃક્ષ પ્રદર્શન અમદાવાદમાં થવા જઇ રહ્યું છે.બોન્સાઇ અને ટ્રોપીયોરી શોને લઈને AMC દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ફ્લાવર શો 2024ની સફળતાને જોતા AMC દ્રારા બોન્સાઇ શોને લઈને ઉત્સાહ વધ્યો છે. આવતીકાલે એટલે 4 માર્ચ થી 10 માર્ચ દરમિયાન સિંધુભવન ઓક્સિજન પાર્ક પાસે બોન્સાઇ શો યોજાશે.જેની એન્ટ્રી ફી 50 રૂપિયા હશે.
પ્રથમવાર બોનસાઈ શો
શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે તે હેતુથી AMC દ્વારા ફલાવર શો તેમજ વૃક્ષારોપણને લગતા જુદા જુદા કાર્યક્રમો જેવા કે મફત રોપ વિતરણ, વોર્ડ વાઇઝ વૃક્ષારોપણનાં કાર્યક્રમો, AMC Seva Mobile Application મારફતે સરકારી/અર્ધસરકારી તેમજ ખાનગી માલિકીની જગ્યાઓમાં વિના મૂલ્યે વૃક્ષારોપણ વગેરે યોજવામાં આવે છે.આ વર્ષે AMC દ્વારા એક નવી પહેલ કરી બોનસાઇ શો નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
વૈજ્ઞાનિક પદ્ધતિ
50 ફૂટ કરતા વધુ ઊંચા જોવા મળતા વૃક્ષો વામન રૂપે 3-4 ફૂટમાં કુંડામા જોવા મળશે. વિશેષ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિથી બોન્સાઇ વૃક્ષો તૈયાર કરાયા છે.50થી 200 થી વધુ વર્ષનું આયુષ્ય ધરાવતા કેટલાય બોન્સાઇ વૃક્ષો પ્રદર્શનમાં જોવા મળશે .અમદાવાદ સહિત દેશના અન્ય રાજ્યો માંથી 800 થી 1000 જેટલા બોન્સાઇ વૃક્ષો પ્રદર્શનમાં મુકાશે.રાજ્ય બહારથી પ્રદર્શન માટે લાવવામાં આવનાર બોન્સાઇ વૃક્ષોની કિંમત લાખો રુપિયા છે.મોટા થતા વૃક્ષોને કુંડામાં ઉછેરી નાના રાખવા અને જુદા જુદા આકાર આપવાની કળાને બોનસાઇ તરીકે ઓળખવામાં આવે છે.
અલગ-અલગ દેશોના વૃક્ષ
આ બોનસાઇ શોમાં દેશ અને દુનિયાના જુદા જુદા સ્થળોએથી એકત્રિત કરેલ અંદાજે 10 થી 200 વર્ષ સુધી અને તેથી પણ વધુ આયુષ્ય ધરાવતા અંદાજે 1500 થી વધુ બોનસાઇ અને ટોપીયોરી વૃક્ષોનું પ્રદર્શન ઝેન ગાર્ડનની ડીઝાઇન સાથે પ્રદર્શિત કરવામાં આવ્યું છે.કુદરતી રીતે 50 ફૂટ કરતા વધુ ઊંચા જોવા મળતા વૃક્ષો વામન રૂપે 3-4 ફૂટમાં કુંડામા જોવા મળશે. વિશેષ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિથી બોન્સાઇ વૃક્ષો તૈયાર કરાયા છે.


